Class 8 Science Chapter 5 Swadhyay Solutions: નમસ્કાર; પાઠક મિત્રો હું આપ સર્વેનું Kishan Bavaliya Blog માં હાર્દિક સ્વાગત કરું છે. આજે આપણે આ લેખમાં ધોરણ 8 વિજ્ઞાન પાઠ 5 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ સ્વાધ્યાય સોલ્યુશન આપવામાં આવેલ છે.
ધોરણ 8 વિજ્ઞાન પાઠ 5 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ સ્વાધ્યાય સોલ્યુશન
પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રસ્નોત્તર આપવામાં આવેલ છે.
1. ખાલી જગ્યા પૂરોઃ class 8 Science Chapter 5 Swadhyay Solution
પ્રશ્ન 1. એવું ક્ષેત્ર જ્યાં પ્રાણીઓ પોતાના કુદરતી નિવાસમાં સુરક્ષિત હોય છે. તેને ……………….. કહેવાય છે.
ઉત્તરઃ વન્ય પ્રાણી અભયારણ્ય
પ્રશ્ન 2. કોઈ નિશ્ચિત સ્થાને જોવા મળતી જાતિને …………………………… કહે છે.
ઉત્તરઃ સ્થાનિક જાતિ
પ્રશ્ન 3. પ્રવાસી પક્ષીઓ દૂરના વિસ્તારોમાંથી ………………………… પરિવર્તનના કારણે ઊડીને આવે છે.
ઉત્તરઃ વાતાવરણીય
2. નીચેનાનો તફાવત સ્પષ્ટ કરોઃ વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ સ્વાધ્યાય સોલ્યુશન
પ્રશ્ન 1. વન્ય પ્રાણી અભયારણ્ય અને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર
ઉત્તરઃ
વન્ય પ્રાણી અભયારણ્ય | જૈવાવરણ આરક્ષિત વિસ્તાર |
---|---|
1. વન્ય પ્રાણીઓને તેમના કુદરતી નિવાસમાં સુરક્ષિત અને સંરક્ષિત રાખવા માટેના વિસ્તારને વન્ય પ્રાણી અભયારણ્ય કહે છે. | 1. જે-તે ક્ષેત્રની જૈવવિવિધતા અને સંસ્કૃતિને જાળવી રાખવામાં સહાયક વિસ્તારને જેવાવરણ આરક્ષિત વિસ્તાર કહે છે. |
2. તેમાં પ્રાણીને પકડવા કે તેમના શિકાર પર પ્રતિબંધ હોય છે. | 2. તેમાં અન્ય ઘણાં અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન સમાયેલાં હોય છે. |
પ્રશ્ન 2. પ્રાણીસંગ્રહાલય અને વન્ય પ્રાણી અભયારણ્ય
ઉત્તરઃ
પ્રાણીસંગ્રહાલય | વન્ય પ્રાણી અભયારણ્ય |
---|---|
1. તેમાં પ્રાણીઓને બંધનાવસ્થામાં રાખવામાં આવે છે. | 1. તેમાં પ્રાણીઓ મુક્ત છૂટાં હોય છે. |
2. તેમાં કુદરતી વસવાટની સમકક્ષ કૃત્રિમ વસવાટ પૂરા પાડવામાં આવે છે. | 2. તે કુદરતી વસવાટ છે. |
3. તેમાં પ્રાણીઓના રક્ષણ, ખોરાક, આરોગ્ય વગેરેની કાળજી રાખવામાં આવે છે. | 3. તેમાં મુખ્યત્વે રક્ષણનો ઉદ્દેશ હોવાથી પ્રાણીઓને નુકસાન થાય તેવી બધી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોય છે. |
પ્રશ્ન 3. નાશ:પ્રાય જાતિ અને લુપ્ત જાતિ
ઉત્તરઃ
નાશ:પ્રાય જાતિ | લુપ્ત જાતિ |
---|---|
1. નિર્ધારિત સંખ્યાથી ઓછી સંખ્યા ધરાવતી જાતિને નાશ:પ્રાય જાતિ કહે છે. | 1. પૃથ્વી પર અસ્તિત્વ ગુમાવી ચૂકેલી જાતિને લુપ્ત જાતિ કહે છે. |
2. સંરક્ષણ ઉપાયો જેવા કે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો, આરક્ષિત યોજનાઓ વડે તેમને બચાવી શકાય છે. | 2. લુપ્ત જાતિઓ પુનઃજીવિત કરી શકાતી નથી. |
3. વાઘ, સિંહ, હાથી, જંગલી ભેંસ, સાબર નાશપ્રાય જાતિઓ છે. | 3. ડાયનોસૉર લુપ્ત જાતિ છે. |
પ્રશ્ન 4. વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિ
ઉત્તરઃ
વનસ્પતિ સૃષ્ટિ | પ્રાણીસૃષ્ટિ |
---|---|
1. પૃથ્વી પરની હરિયાળી વનસ્પતિ સૃષ્ટિને કારણે છે. | 1. પ્રાણીસૃષ્ટિના મોટા ભાગનાં પ્રાણીઓ ખોરાક માટે વનસ્પતિ પર સીધાં આધારિત છે. |
2. જે-તે વિસ્તારની વનસ્પતિઓને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ કહે છે. | 2. જે-તે વિસ્તારનાં પ્રાણીઓને તે વિસ્તારની પ્રાણીસૃષ્ટિ કહે છે. |
3. વનસ્પતિ સૃષ્ટિના સભ્યો પ્રકાશ-સંશ્લેષણ ક્રિયામાં વાતાવરણમાંથી કાર્બન ડાયૉક્સાઈડનું શોષણ કરે છે. | 3. પ્રાણીસૃષ્ટિના સભ્યો પ્રકાશસંશ્લેષણ કરી શકતા નથી. તેથી કાર્બન ડાયૉક્સાઈડનું શોષણ કરતા નથી. |
4. સાલ, સાગ, આંબો, જાંબુ વગેરે વગેરે પ્રાણીસૃષ્ટિ છે. | 4. ચિંકારા, ચિત્તલ, નીલગાય, દીપડો, વનસ્પતિ સૃષ્ટિ છે. |
ધોરણ 8 વિજ્ઞાન પાઠ 5 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ સ્વાધ્યાય સોલ્યુશન
.
પ્રશ્ન 3. નીચે આપેલા મુદ્દા પર વનનાબૂદીની અસરો જણાવોઃ
- વન્ય પ્રાણીઓ
- પર્યાવરણ
- ગામડાંઓ
- શહેર
- પૃથ્વી
- આવનારી પેઢી
ઉત્તરઃ
4. શું થશે જો ..ધોરણ 8 વિજ્ઞાન પાઠ 5 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ સ્વાધ્યાય સોલ્યુશન
ધોરણ 8 વિજ્ઞાન પાઠ 5 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ સ્વાધ્યાય સોલ્યુશન
પ્રશ્ન 1. આપણે વૃક્ષો કાપતાં રહીશું તો
ઉત્તરઃ
- પર્યાવરણીય સંતુલન જોખમાશે.
- પૃથ્વીના તાપમાન અને પ્રદૂષણના સ્તરમાં વધારો થશે.
- ઘણાં વન્ય પ્રાણીઓના નિવાસ ખોરવાશે.
- પૂર અને દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના વધશે.
- વરસાદ અને ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થશે.
પ્રશ્ન 2. કોઈ પ્રાણીનું નિવાસસ્થાન ગુમાવાય / નાશ પામે તો…
ઉત્તરઃ
- પ્રાણી અસુરક્ષિત થઈ જાય.
- તેની સંખ્યામાં ઘટાડો થતાં નાશ:પ્રાય બની શકે.
પ્રશ્ન 3. ભૂમિનું ઉપલું પડ અનાવરિત થઈ જાય તો…
ઉત્તરઃ
- ભૂમિમાં સેન્દ્રિય પદાર્થોનો ઘટાડો થઈ જાય.
- ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થતો જાય.
- ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાતી જાય
5. ટૂંકમાં ઉત્તર આપોઃ ધોરણ 8 વિજ્ઞાન પાઠ 5 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ સ્વાધ્યાય સોલ્યુશન
પ્રશ્ન 1. આપણે જૈવવિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ?
- સજીવ જાતિઓને લુપ્ત થતી અટકાવવા
- નિવસનતંત્રની આહારશૃંખલા અને આહારજાળ જાળવી રાખવા માટે કરવું જોઈએ.
પ્રશ્ન 2. સુરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી. શા કારણે?
ઉત્તરઃ સુરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી. કારણ કે જંગલોની આસપાસ રહેતા લોકો તેનો અતિ ઉપયોગ કરીને નષ્ટ કરી દે છે.પ્રશ્ન 3. કેટલાક આદિવાસીઓ જંગલ પર આધારિત છે. કઈ રીતે?
ઉત્તરઃ કેટલાક આદિવાસીઓ તેમના વસવાટ, ખોરાક, બળતણ, કપડાં અને અન્ય જરૂરિયાતો માટે જંગલ પર આધારિત છે.પ્રશ્ન 4. વનનાબૂદીનાં કારણો અને અસરો કઈ છે?
ઉત્તર:વનનાબૂદીનાં કારણો:
- ખેતીવાડી માટે જમીનની જરૂરિયાત
- રહેઠાણ અને કારખાનાઓ માટે જમીનની જરૂરિયાત
- બળતણ અને ફર્નિચર માટે લાકડાનો અમર્યાદિત ઉપયોગ.
વનનાબૂદીની અસરો:
- વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઈડનો વધારો
- પૃથ્વીના તાપમાન અને પ્રદૂષણમાં વધારો
- વરસાદ અને ભૂમિ ફળદ્રુપતામાં ઘટાડો.
પ્રશ્ન 5. રેડ ડેટા બુક એટલે શું?
પ્રશ્ન 6.સ્થળાંતરણ શબ્દથી તમે શું સમજ્યા?
ઉત્તરઃ સ્થળાંતરણઃ કેટલીક પક્ષી જાતિઓ પ્રત્યેક વર્ષે તેમના મૂળ નિવાસમાં વાતાવરણીય બદલાવને કારણે અન્ય અનુકૂળ વસવાટમાં ઊડી જાય છે.પ્રશ્ન 6. કારખાનાંઓ અને રહેઠાણની સતત વધતી માંગના કારણે જંગલો અવિરતપણે કપાઈ રહ્યાં છે. શું આ પરિયોજનાઓ માટે વૃક્ષો કાપવા યોગ્ય છે? આ બાબત પર ચર્ચા કરો તથા એક ટૂંકો અહેવાલ તૈયાર કરો.
ઉત્તરઃ ના,- કોઈ પણ પરિયોજનાઓ માટે અવિરતપણે વૃક્ષો કાપવા યોગ્ય નથી.
- આપણે ફક્ત વૃક્ષો કાપતાં નથી, પરંતુ ઘણાં પ્રાણીઓના કુદરતી નિવાસ દૂર કરીએ છીએ.
- પર્યાવરણીય સંતુલન ખોરવાય છે. તેની ઘણી દૂરગામી (લાંબા ગાળાની) હાનિકારક અસરો સમગ્ર જીવસૃષ્ટિ પર સર્જાય છે.
- કારખાનાંઓ પ્રદૂષણમાં વધારો કરે છે અને પ્રદૂષણ નિયંત્રિત કરતાં વૃક્ષો દૂર કરાય છે.
પ્રશ્ન 7.તમારા સ્થાનિક વિસ્તારમાં લીલોતરી બનાવી રાખવા માટે તમે કેવી રીતે યોગદાન આપી શકો છો? તમારા દ્વારા લેવામાં આવનારાં પગલાંની યાદી તૈયાર કરો.
ઉત્તરઃ સ્થાનિક વિસ્તારમાં લીલોતરી બનાવી રાખવા માટેનાં પગલાંની યાદી :- સ્થાનિક વિસ્તારમાં વધુ ને વધુ વૃક્ષો ઉગાડીશું.
- રોપેલા છોડની જાળવણી અને તેને પૂરતું પાણી પૂરું પાડીશું.
- સ્થાનિક લોકોને વૃક્ષોના ફાયદાઓની માહિતી આપીશું.
- જન્મદિવસે ઉંમરના વર્ષની સંખ્યા જેટલા છોડ રોપી અને – તેની સંભાળના શપથ લઈશું.
- વૃક્ષો કાપવાના ગેરફાયદાની માહિતી આપીશું.
- માત્ર વૃક્ષોની ડાળી જ કાપવામાં આવે અને સમગ્ર વૃક્ષ કપાતાં અટકાવવાની જવાબદારી લઈશું.
પ્રશ્ન 8. વનનાબૂદીના કારણે વરસાદમાં ઘટાડો કેવી રીતે આવ્યો છે? સમજાવો.
ઉત્તર: વનસ્પતિઓ પર્યાવરણમાં જલચક્રને જાળવી રાખવા માટેના મુખ્ય એકમ છે.વનનાબૂદીથી વનસ્પતિઓ વડે પાણીનું શોષણ, બાષ્પરૂપે ઉત્સર્જન બંધ થતું જાય છે. વાતાવરણમાં યોગ્ય પ્રમાણમાં બાષ્પ એકત્ર થતી નથી. બાષ્પ ઠંડી પડવા માટેની સ્થિતિ સર્જાતી નથી. વરસાદી પવનોને રોકવા માટે વૃક્ષો ન હોવાથી તે વરસાદમાં ઘટાડો આવ્યો છે.
પ્રશ્ન 9. તમારા રાજ્યમાં આવેલ રાષ્ટ્રીય ઉદ્યાનની માહિતી એકત્રિત કરો તથા ભારતના નકશામાં તેના સ્થાનને ઓળખો અને દર્શાવો.
ઉત્તર: ગુજરાત રાજ્યમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા 4 છે.- ગીર જંગલ રાષ્ટ્રીય ઉદ્યાન (સૌરાષ્ટ્ર) એશિયાઈ સિંહની વસતિ ધરાવતો સુપ્રસિદ્ધ વિસ્તાર છે.
- બ્લેકબક (કાળિયાર) રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગર જિલ્લામાં વેળાવદરમાં આવેલું છે. કાળિયારની ખૂબ વસતિ ધરાવે છે.
- વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન વલસાડ જિલ્લામાં ડાંગ વિસ્તાર નજીક આવેલું છે. ત્યાં નાશ:પ્રાય જાતિ પેઈન્ટેડ દેડકો જોવા મળે છે.
- દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન (જામનગર નજીક) સમૃદ્ધ પરવાળાં, દરિયાઈ લીલ અને મેન્ગવ વિવિધતા માટે જાણીતા છે.
પ્રશ્ન 10. આપણે કાગળનો બચાવ શા માટે કરવો જોઈએ? એવાં કાર્યોની યાદી બનાવો કે જેમાં તમારા દ્વારા કાગળની બચત થઈ શકે.
ઉત્તરઃ 1 ટન કાગળ મેળવવા માટે 17 પૂર્ણવિકસિત વૃક્ષો કાપવામાં આવે છે. આથી કપાતાં વૃક્ષોની સંખ્યા ઘટાડવા આપણે કાગળનો બચાવ કરવો જોઈએ.કાગળની બચત થઈ શકે તેવાં કાર્યોની યાદી:
- કાગળનો પુનઃઉપયોગ તેમજ રિસાઇકલ કરવું જોઈએ.
- નકામા પેપર / કાગળ ભેગા કરી તેને રિસાઈકલ માટે મોકલવા.
- પરીક્ષામાં જવાબવહીના ઉપયોગમાં બિનજરૂરી લખાણ ન લખી તેનો વ્યય અટકાવવો.
- બૅન્કિંગ વ્યવહારમાં ડિજિટલ કે નેટ બૅન્કિંગનો ઉપયોગ વધારવો.
- વર્ગકાર્ય અને ગૃહકાર્ય માટે નોટબુક કે ફૂલસ્કેપનાં પાનાંઓનો પૂરેપૂરો ઉપયોગ કરવો.
- નોટબુકનાં પાનાં બિનજરૂરી લખાણ કે માત્ર નામ અથવા લીટા કરી બગાડવામાં ન આવે.
- જે-તે અભ્યાસ ધોરણને અંતે વધેલાં કોરાં પાનાં આગળના ધોરણમાં ઉપયોગમાં લેવામાં આવે.
- અભ્યાસ પાઠ્યપુસ્તકો વર્ષના અંતે જે-તે ધોરણમાં આવતા વિદ્યાર્થીને આપી તેનો ઉપયોગ કરાવવામાં આવે
Also Read Class 8 Science સમજૂતી
- Chapter 1: પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન
- Chapter 2: સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ
- Chapter 3: કોલસો અને પેટ્રોલિયમ
- Chapter 4: દહન અને જ્યોત સમજૂતી
- Chapter 5: વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ
Also Read Class 8 Science Important Questions
- Chapter 1: પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન
- Chapter 2: સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ
- Chapter 3: કોલસો અને પેટ્રોલિયમ
- Chapter 4: દહન અને જ્યોત
Also Read Class 8 Science Swadhyay Solution
- Chapter 1: પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન
- Chapter 2: સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ
- Chapter 3: કોલસો અને પેટ્રોલિયમ
- Chapter 4: દહન અને જ્યોત
Conclusion: Class 8 Science Chapter 5 Conservation of Plants and Animals Swadhyay Solutions
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ધોરણ 8 વિજ્ઞાન પાઠ 5 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ સ્વાધ્યાય સોલ્યુશન (Conservation of Plants and Animals Swadhyay Solutions) વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.Class 8 Science Chapter 5 Swadhyay Solutions