This GSEB Class 8 Social Science Notes Chapter 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના covers all the important topics and concepts as mentioned in the chapter. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન
Class 8 Social Science Note Chapter 1: ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના ધોરણ 7 સામાજિક વિજ્ઞાન
Class 8 Social Science Note Chapter 1: ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના
→ ભારતની આર્થિક સમૃદ્ધિને કારણે પ્રાચીનકાળ(હડપ્પીય સભ્યતા)થી દુનિયાના દેશો સાથે ભારતનો વાણિજ્યિક અને સાંસ્કૃતિક સંબંધ રહ્યો છે.
→ ઈસુની 15મી સદીમાં યુરોપમાં થયેલાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનોને “નવજાગૃતિ’ કહેવામાં આવે છે.
→ ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું મુખ્ય મથક કૉન્સેન્ટિનોપલ હતું.
→ ઈ. સ. 1453માં તુર્કોએ કૉન્સેન્ટિનોપલ શહેર જીતી લીધું.
→ પ્રાચીન સમયથી ભારતમાંથી યુરોપના દેશોમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી-મસાલા, તેજાના, ગળી, સૂરોખાર, ઇમારતી લાકડાં, અફીણ વગેરે ચીજવસ્તુઓની ખૂબ મોટા પ્રમાણમાં નિકાસ થતી. → તુર્કોએ કૉન્સેન્ટિનોપલ જીતી લેતાં યુરોપના દેશોમાં ભારતનો માલ જતો બંધ થઈ ગયો.
→ યુરોપની પ્રજા મહદ્અંશે માંસાહારી હોવાથી માંસ સાચવવા માટે તેમને મરી, તજ, સુંઠ જેવા મરી-મસાલાની ખૂબ આવશ્યકતા હતી.
→ યુરોપનાં પોર્ટુગલ, સ્પેઇન, હોલૅન્ડ વગેરે રાષ્ટ્રો ભારત આવવાનો જળમાર્ગ શોધવા કટિબદ્ધ બન્યાં હતાં.
→ ભારત આવવાનો નવો જળમાર્ગ ઈ. સ. 1498માં પોર્ટુગલના સાહસિક નાવિક વાસ્કો-દૂ-ગામાએ શોધ્યો. ઈ. સ. 1498માં તે ભારતના કાલિકટ બંદરે આવી પહોંચ્યો ત્યારે કાલિકટમાં સામુદ્રિક (ઝામોરિન) રાજા રાજ્ય કરતો હતો. તેણે કાલિકટમાં પોર્ટુગીઝોને મરી-મસાલાનો વેપાર કરવાની સંમતિ આપી. પોર્ટુગીઝોએ પોતાનું સ્થાન મજબૂત બનાવવા અને સુરક્ષા માટે ઈ. સ. 1503માં કોચીનમાં અને ઈ. સ. 1605માં કન્નુરમાં કિલ્લા બાંધ્યા.
→ પોર્ટુગલે ઈ. સ. 1605માં પોતાના વાઇસરૉય ફ્રાન્સિકો-ડીઅભેડાને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા ભારત મોકલ્યો. વાઇસરૉય અલ્ફાન્ઝો-ડી-આબુકર્કે ગોવા સહિત કેટલાંક બંદરો જીતી લઈ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી.
→ પોર્ટુગીઝોએ ભારતમાં કાલિકટ, કોચીન, કન્નર, ગોવા, વસઈ, દીવ, દમણ વગેરે સ્થળે પોતાનાં વેપારીમથકો કોઠીઓ) સ્થાપ્યાં.
Also Read: ધોરણ 8 પ્રકરણ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન સ્વાધ્યાય સોલ્યુશન
→ ભારતની કોઈ પણ વ્યક્તિએ દરિયાઈ માર્ગનો ઉપયોગ કરવો હોય તો પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડતી. આમ, પોર્ટુગીઝો દરિયાઈ માર્ગ પર એકહથ્થુ સત્તા ધરાવતા હોવાથી તેઓ 'સાગરના સ્વામી’ કહેવાતા.
Class 8 Social Science Note Chapter 1 | ધોરણ 7 સામાજિક વિજ્ઞાન
→ ડચ (વલંદા) લોકો હોલૅન્ડ(નેધરલૅઝ)ના વતની હતા.
→ ડચ (વલંદા) લોકોએ ભારતમાં બંગાળમાં, મલબારના વિસ્તારમાં, મસલીપટ્ટનમ (મછલીપટ્ટનમ) વગેરે સ્થળોએ વેપાર જમાવ્યો.
→ ડેનિશ લોકો ડેન્માર્કના વતની હતા. ભારતમાં તેમણે બંગાળમાં સીરામપુરમાં વેપારીમથક(કોઠી)ની સ્થાપના કરી હતી.
→ (બ્રિટિશ) ઈસ્ટ ઇન્ડિયા કંપની ઈ. સ. 1600માં ઇંગ્લેન્ડમાં પૂર્વનાં રાષ્ટ્રો સાથે એકાધિકાર વેપાર કરવા માટે સ્થપાઈ હતી.
→ અંગ્રેજોએ દિલ્લીના મુઘલ બાદશાહ જહાંગીર પાસેથી, ટૉમસ-રો નામના અંગ્રેજ પ્રતિનિધિએ ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી.
→ ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પ્રથમ વેપારીમથક (કોઠી) ઈ. સ. 1613માં સુરતમાં સ્થાપ્યું.
→ અંગ્રેજોએ બંગાળમાં સૌપ્રથમ વેપારીમથક (કોઠી) ઈ. સ. 165માં હુગલી નદીના કિનારે (ગુજરાતની નદીઓ) સ્થાપ્યું.→ અંગ્રેજોએ બંગાળમાં “ફોર્ટ વિલિયમ" નામની કિલ્લેબંધીવાળી નવી વસાહત ઊભી કરી હતી. તે આજે કોલકાતા નામે ઓળખાય છે.
→ ફ્રેન્કો માર્ટિન નામના ફ્રેન્ચ અધિકારીએ ઈ. સ. 1639માં ચંદ્રગિરિ રાજ્યના રાજા પાસેથી મદ્રાસ(ચેન્નઈ)ભાડાપટ્ટે લઈ ત્યાં કોઠી સ્થાપી હતી.
→ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈ. સ. 1664માં થઈ. તેણે પોતાનું પ્રથમ વેપારીમથક (કોઠી) ઈ. સ. 1668માં સુરતમાં સ્થાપ્યું. તેમનું મુખ્ય મથક મછલીપમ હતું.
→ ઈ. સ. 1739માં ફ્રેન્ચોએ કારીકલ પર સત્તા સ્થાપીને ક્ષિણ ભારતમાં મોટા પાયે વેપારી પ્રવૃત્તિઓ શરૂ કરી. આથી દક્ષિણ ભારતમાં વેપાર કરવા માટે એકહથ્થુ સત્તા સ્થાપવા અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે યુદ્ધો થયાં, જે “કર્ણાટક વિગ્રહો” કહેવાય છે.
→ કર્ણાટક વિગ્રહોમાં અંગ્રેજો સામે ફ્રેન્ચોની હાર થઈ. પરિણામે પોંડીચેરી (પુદુર) સિવાય ફ્રેન્ચોનાં બધાં વેપારીમથકો અંગ્રેજોએ પડાવી લીધાં; ફ્રેન્ચો સત્તાવિહીન થયા. અંગ્રેજોએ પોંડીચેરી(પુદુમ્બેરી)માં પણ ફ્રેન્ચોને કિલ્લેબંધી કરવાની મનાઈ ફરમાવી.
→ અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી (વેપારીમથક) ઈ. સ. 1951માં સ્થાપી. ઈ. સ. 1717માં સમ્રાટ ફર્ખશિયરે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશામાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી તેમજ ક્ષકત્તા(કોલકાતા)ની આસપાસનાં ક્ષેત્રો પણ ભાડે લેવા અનુમતી આપી.
→ અંગ્રેજોએ પોતાના ફોર્ટ વિલિયમ વેપારીમથક(કોઠી)ની કિલ્લેબંધી કરી. તેથી સિરાજ-ઉદ્-દૌલાએ 15 જૂન, 1756ના રોજ ફોર્ટ વિલિયમ વેપારીમથક (કોઠી) પર આક્રમણ કર્યું અને અંગ્રેજોને હરાવ્યા,
→ પ્લાસીનું યુદ્ધ ઈ. સ. 1757માં અંગ્રેજો અને બંગાળના નવાબ સિરાજ-ઉદ્-દૌલા વચ્ચે થયું. આ યુદ્ધમાં સેનાપતિ મીરજાફરના વિશ્વાસઘાતને લીધે નવાબ સિરાજ-ઉદ્-દૌલાની હાર થઈ.
→ નવાબ મીરજાફરે અંગ્રેજોને 24 પરગણાં વિસ્તારની જાગીર આપી અને જકાત વગર વેપાર કરવાની છૂટ આપી.
→ બક્સરનું યુદ્ધ બંગાળના નવાબ મીરકાસીમ, અયોધ્યાના નવાબ અને મુઘલ બાદશાહ શાહઆલમની સંયુક્ત સેના અને અંગ્રેજોની સેના વચ્ચે ઈ. સ. 1764માં થયું. આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. પરિણામે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા(ઓડિશા)માં જમીનમહેસૂલ ઉઘરાવવાના દીવાની અધિકારો મળ્યા.
→ ઈ. સ. 1764ના બક્સરના યુદ્ધના પરિણામસ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસનપદ્ધતિ અમલમાં આવી. – કોઈ પ્રદેશનું શાસન બે જુદી જુદી શાસનપદ્ધતિઓથી ચાલતું હોય તેને 'દ્વિમુખી શાસનપદ્ધતિ’ કહેવામાં આવે છે.
→ ઈ. સ. 1761માં દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત પછી હૈદરઅલીના નેતૃત્વમાં મૈસૂર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. હૈદરઅલીએ સૈન્યને યુરોપીય પદ્ધતિએ તાલીમ આપી.
→ હૈદરઅલીની ઝડપથી વધતી સત્તા અને શક્તિથી અંગ્રેજો ચિતિત બન્યા. આથી અંગ્રેજોના મૈસૂર રાજ્ય સાથે ચાર મૈસૂર વિગ્રહો (ઈ. સ. 1787 – 69, 1780 – 84, 1790 – 92, 1799માં) થયા.
→ મૈસૂર વિગ્રહના પ્રથમ બે યુદ્ધો હૈદરઅલી સાથે અને બાકીના બે યુદ્ધો હૈદરઅલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયા હતા.
→ પ્રથમ મૈસૂર વિગ્રહ અનિર્ણિત રહ્યો હતો, દ્વિતીય મૈસૂર વિગ્રહમાં હૈદરઅલીનું મૃત્યુ થતાં સંધિ થઈ હતી, તૃતીય મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન હારતાં તેની ભયંકર હાનિ થઈ હતી અને ચતુર્થ મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો. આમ, અંગ્રેજોએ એક શક્તિશાળી શાસકને ખતમ કરી પોતાના સામ્રાજ્યને દઢ બનાવ્યું.
→ ઈ. સ. 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ. મરાઠાઓને ચાર વિભાગોમાં વહેંચી સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોંસલેને સત્તા સોંપી. આ રાજવંશો પેશ્વા(સવૉગ્ય મંત્રી)ના અંકુશમાં હતા અને પેશ્વાના અંકુશ હેઠળ – (કૉન્ફડરેસી) રાજ્યમંડળના સભ્યો હતા. પેશ્વા લશ્કરી અને વહીવટી વડો હતો. મરાઠી સત્તાનું મુખ્ય મથક પુણે હતું.
→ મરાઠા અને અંગ્રેજો વચ્ચે (ઈ. સ. 1775થી ઈ. સ. 1782) થયેલા પ્રથમ યુદ્ધમાં કોઈની હાર-જીત ન થઈ. સાલબાઈની સંધિ મુજબ બંનેએ એકબીજાના પ્રદેશો પરત આપ્યા.
→ દ્વિતીય અંગ્રેજ – મરાઠા યુદ્ધ ઈ. સ. 1803થી ઈ. સ. 1805 દરમિયાન થયું. તેમાં વેલેસ્લીના હાથે મરાઠાઓની હાર થઈ. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાની ઉત્તરે આવેલા આગરા અને દિલ્લીના પ્રદેશો અંગ્રેજોની સત્તા નીચે આવ્યા.
→ તૃતીય અંગ્રેજ – મરાઠા યુદ્ધ ઈ. સ. 1817થી 1819 દરમિયાન થયું. તેમાં મરાઠાઓની હાર થઈ. અંગ્રેજોએ પેશ્વાને પુણેમાંથી દૂર કરી કાનપુર પાસે બિઠુરમાં મોકલી દીધો. પેશ્વાને પેન્શન આપવામાં આવ્યું. આ યુદ્ધના વિજયથી વિંધ્યાચળથી છેક દક્ષિણ ભારત સુધી અંગ્રેજોની સત્તા સ્થપાઈ. આમ, ઈ. સ. 1818 સુધીમાં સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તા સ્થપાઈ ગઈ.
→ ઈ. સ. 1773ના નિયામક ધારા અન્વયે ભારતના વહીવટીતંત્રના સર્વોચ્ચ વડા તરીકે ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી અને તેને મદદ કરવા ત્રણ સભ્યોની કાઉન્સિલ રચવામાં આવી.
→ ઈ. સ. 1833ના સનદી ધારા અન્વયે ગવર્નર જનરલને સમગ્ર ભારત માટે કાયદા ઘડવાની સત્તા આપવામાં આવી તેમજ ગવર્નર જનરલની કાઉન્સિલમાં એક કાયદા સભ્યની નિમણૂક કરવામાં આવી.
→ ઈ. સ. 1853ના સનદી ધારા અન્વયે બ્રિટિશ સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર પોતાનું પ્રભુત્વ વધારી તેની મોટા ભાગની સત્તાઓ પોતાને હરતક લઈ લીધી.
→ ભારતમાં સનદી સેવાઓ (Civil Services) ગવર્નર જનરલ લોર્ડ કૉર્નવલિસે શરૂ કરી હતી. તેણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને નાબૂદ કરવા કંપનીના કર્મચારીઓને વેપાર કરવા પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યાં.
→ ગવર્નર જનરલ લૉર્ડ વેલેસ્લીએ ભારતીય સનદી સેવામાં બ્રિટનથી આવતા અધિકારીઓને તાલીમ આપવા માટે લકત્તા(કોલકાતા)માં ફૉર્ટ વિલિયમ કૉલેજની સ્થાપના કરી.
→ ઈ. સ. 1850 સુધી અંગ્રેજોના વહીવટી માળખામાં ઉચ્ચ વહીવટીતંત્ર, નાગરિક, સેવાઓ, સૈન્ય, પોલીસ અને ન્યાયતંત્ર જેવા મહત્ત્વના વિભાગોમાં ઉચ્ચ હોદાઓ પર માત્ર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક કરવામાં આવતી હતી. માત્ર સામાન્ય હોદાઓ અને ક્લાર્ક તથા સૈનિક જેવી ઓછા પગારવાળી નોકરીઓ પર ભારતીયોની નિમણૂક કરવામાં આવતી હતી.
→ ભારતમાં બ્રિટિશ શાસનની લકરી નીતિનું મુખ્ય લક્ષ્ય-ધ્યેય ભારત જીતવાનું અને ભારતના આંતરિક વિદ્રોહોને – બળવાઓને દબાવવાનું તેમજ બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવાનું હતું.
→ આધુનિક પોલીસ ખાતાની સ્થાપના – રચના ગવર્નર જનરલ લૉર્ડ કૉર્નલિસે કરી હતી. તેણે જિલ્લા કક્ષાએ પોલીસતંત્રમાં પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક(DSP – ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ)ની નિમણૂક કરી તેમજ જુદી જુદી જગ્યાએ પોલીસ સ્ટેશન શરૂ કરાવી તેના અધિકારી તરીકે ફોજદારની નિમણુક કરી.
→ ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત વોરન હેસ્ટિંગ્સ કરી. ઈ. સ. 1773ના નિયામક ધારા અન્વયે ભારતમાં (કોલકાતામાં) સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી.
→ ગવર્નર જનરલ લૉર્ડ કોર્નવોલિસે ચાર પ્રાંતીય અદાલતો શરૂ કરી તેમજ દરેક જિલ્લા ન્યાયાધીશના હાથ નીચે દીવાની અદાલતની સ્થાપના કરી. તેણે જિલ્લા અદાલતો ઉપર સદર દીવાની અદાલતા સ્થાપી. તેણે સૌને માટે એકસમાન કાયદા બનાવ્યા તેમજ હિંદુ અને મુસ્લિમ કાયદાઓને સ્થાને અંગ્રેજી કાયદા અમલમાં મૂક્યો.
→ ગવર્નર જનરલ લૉર્ડ વિલિયમ બેન્ટિકે સૌપ્રથમ વખત ન્યાયતંત્રમાં ભારતીયોને ઊંચા હોદ્દાઓ પર નીમવાની શરૂઆત કરી. તેણે ક્લકત્તા (કોલકાતા), મદ્રાસ (ચેન્નઈ) અને મુંબઈમાં હાઈકોટની સ્થાપના કરી.
→ ઈ. સ. 1893માં કાયદાઓને સ્પષ્ટ લેખિત સ્વરૂપે અમલમાં મૂકીને આધુનિક કાયદાની શરૂઆત કરવામાં આવી.
→ બ્રિટિશ વહીવટીતંત્રનો મુખ્ય ઉદ્દેશ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો.
→ મહાત્મા ગાંધીજીએ સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન લખ્યું હતું કે, “ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે, કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ થાય છે.”
Also Read: Social Science Note Class 8
Conclusion: Class 8 Social Science Note Chapter 1
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં Class 8 Social Science Note Chapter 1: ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના (ધોરણ 7 સામાજિક વિજ્ઞાન) વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.Class 8 Social Science Note Chapter 1: ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના