Ad Code

Ticker

6/recent/ticker-posts

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

Class 6 Science Important Questions Chapter 10 ગતિ અને અંતરનું માપન

Class 6 Science Important Questions Chapter 10 ગતિ અને અંતરનું માપન

1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ Class 6 Science Important Questions Chapter 10 ગતિ અને અંતરનું માપન

પ્રશ્ન 1. વેંત, હાથ અને પગલાં જેવાં માપથી વસ્તુની લંબાઈ ચોકસાઈપૂર્વક માપી શકાય નહિ તે સમજાવો.
ઉત્તરઃ 
જુદી જુદી વ્યક્તિઓના વૈત, હાથ અને પગલાનાં માપ જુદાં જુદાં હોય છે. કેટલીક વ્યક્તિના હાથ અને પગ ટૂંકા તો કેટલીક વ્યક્તિના હાથ અને પગ લાંબા હોય છે. આથી તેમની વેંતથી, હાથથી કે પગલાંથી માપેલી લંબાઈ જુદી જુદી હોય. તેથી વસ્તુની લંબાઈ ચોકસાઈપૂર્વક માપી શકાય નહિ.

પ્રશ્ન 2. લંબાઈના માપનો સર્વસામાન્ય એકમ શા માટે જરૂરી બન્યો?
ઉત્તરઃ
 પહેલાંના સમયમાં લોકો લંબાઈનું માપ લેવા માટે આંગળ, વૈત, હાથ કે ડગલાંનો ઉપયોગ કરતા. જુદા જુદા માણસોની આંગળની જાડાઈ, વેંતની લંબાઈ, હાથની લંબાઈ અને ડગલાંની લંબાઈ એકસરખી હોતી નથી. આથી જુદા જુદા માણસો એક જ વસ્તુની લંબાઈ માપે તો સરખી ન આવે. જો માપનનું ‘ સાધન અને એકમ નિશ્ચિત હોય, તો એક જ વસ્તુની લંબાઈ કોઈ પણ વ્યક્તિ માપે તોપણ તેનું માપ એકસરખું જ મળે. આથી લંબાઈના માપનો સર્વસામાન્ય એકમ જરૂરી બન્યો.

પ્રશ્ન 3. માપન એટલે શું? સમજાવો.
ઉત્તરઃ
 માપનનો અર્થ અજ્ઞાત જથ્થાની જ્ઞાત જથ્થા સાથે સરખામણી. તમારે ઓરડાની લંબાઈ માપવી છે. અહીં ઓરડાની લંબાઈ અજ્ઞાત જથ્થો છે. તેને માપવા મીટર સ્કેલનો ઉપયોગ કરીએ છીએ. મીટર સ્કેલ જ્ઞાત જથ્થો છે. ઓરડાની લંબાઈ માટે ઓરડાના એક છેડાથી મીટર સ્કેલ માપતા બીજા છેડા સુધી જતાં 8 મીટર સ્કેલ મપાયાં, તો ઓરડાની લંબાઈ 8 મીટર ગણાય. આ રીતે ઓરડાની લંબાઈનું માપન થયું કહેવાય. અહિં 8 સંખ્યા છે અને મીટર એ લંબાઈનો એકમ છે.

પ્રશ્ન 4. તમારી માપપટ્ટી 0 અંક પાસેથી તૂટેલી હોય, તો તે માપપટ્ટી વડે તમે કે પેન્સિલની લંબાઈ કઈ રીતે માપશો?
ઉત્તરઃ

  1. માપપટ્ટી / અંક પાસેથી તૂટેલી હોય, તો તેની મદદથી પેન્સિલની લંબાઈ માપતી વખતે પેન્સિલનો એક છેડો 1 અંક પર મૂકીશું.
  2. તેનો બીજો છેડો માપપટ્ટીના જે અંક પાસે આવે તે અંક નોંધીશું.
  3. નોંધેલા અંકમાંથી 1 બાદ કરી પેન્સિલની લંબાઈનું માપ નક્કી કરીશું.

Class 6 Science Important Questions Chapter 10 ગતિ અને અંતરનું માપન

પ્રશ્ન 5. લંબાઈના એકમો કયા કયા છે? તેમની વચ્ચેનો સંબંધ જણાવો.
ઉત્તરઃ
 લંબાઈ માપવાનો પ્રમાણભૂત એકમ મીટર છે.

લંબાઈના મીટરથી નાના એકમો સેન્ટિમીટર (સેમી) અને મિલીમીટર (મિમી) છે. લંબાઈનો મોટો એકમ કિલોમીટર (કિમી) છે.

લંબાઈના એકમો વચ્ચેનો સંબંધ નીચે મુજબ છે:
1 સેન્ટિમીટર = 10 મિલીમીટર
1 મીટર = 100 સેન્ટિમીટર = 1000 મિલીમીટર
1 કિલોમીટર = 1000 મીટર = 1,00,000 સેન્ટિમીટર

પ્રશ્ન 6. વાંકાચૂંકા લોખંડના સળિયાની લંબાઈ કેવી રીતે માપી શકાય?
ઉત્તરઃ
 જો કોઈ સળિયો વાંકોચૂંકો હોય, તો તેની લંબાઈ માપવા માટે દોરીનો ઉપયોગ કરવો જોઈએ. સળિયાના એક છેડે દોરીનો છેડો રાખી, સળિયા સાથે દોરી દબાવતાં જાઓ અને સળિયાના બીજે છેડે પહોંચી ત્યાં દોરી આગળ નિશાન કરો. હવે ઘેરીના છેડાથી નિશાન સુધીની દોરીની લંબાઈ મીટરપટ્ટી વડે માપો. દોરીની લંબાઈનું જે માપ હોય તે સળિયાની લંબાઈ છે.

પ્રશ્ન 7. ગતિના પ્રકાર ઉદાહરણ આપી જણાવો.
ઉત્તરઃ
 ગતિના પ્રકાર નીચે મુજબ છેઃ

  1. સુરેખ ગતિઃ તેમાં પદાર્થનો ગતિમાર્ગ સીધી રેખામાં હોય છે. બંદૂકમાંથી છૂટેલી ગોળીની ગતિ સુરેખ ગતિ છે.
  2. વક્રગતિઃ તેમાં પદાર્થનો ગતિમાર્ગ વક્રરેખા હોય છે. કીડીની ગતિ, ઊડતાં મચ્છરની ગતિ વક્રગતિ છે.
  3. વર્તુળાકાર ગતિ: દોરી વડે બાંધેલ પથ્થરને હાથ વડે ગોળગોળ ફેરવતાં તે વર્તુળાકાર ગતિ કરે છે. વીજળીના પંખાનાં પાંખિયાંની ગતિ વર્તુળાકાર ગતિ છે.
  4. આવર્ત ગતિઃ વસ્તુ એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે, તો તેને આવર્ત ગતિ કહે છે. લોલકની ગતિ આવર્ત ગતિ છે. 

Class 6 Science Important Questions Chapter 10 ગતિ અને અંતરનું માપન

પ્રશ્ન 8. નીચેનામાં ગતિનો પ્રકાર જણાવો?

  1. ગિટાર વગાડતા તારની ગતિ
  2. ઝાડ પરથી પડતા ફળની ગતિ
  3. ઊડતા પતંગિયાની ગતિ
  4. મુક્ત પતન કરતા પથ્થરની ગતિ

ઉત્તરઃ

  1. આવર્ત ગતિ
  2. સુરેખ ગતિ
  3. વક્રગતિ
  4. સુરેખ ગતિ.

પ્રશ્ન 9. નીચેનાનું સુરેખ ગતિ, વર્તુળાકાર ગતિ અને આવર્ત ગતિમાં વર્ગીકરણ કરોઃ
ચકડોળમાં બેઠેલા બાળકની ગતિ, લોલકની ગતિ, ચીચવામાં બેઠેલાં બાળકોની ગતિ, ધનુષ્યમાંથી છૂટેલા તીરની ગતિ, ઘડિયાળના કાંટાની ગતિ, પવનથી ડોલતી ‘ઘંટડીની ગતિ, નળમાંથી ટપકતાં પાણીનાં ટીપાંની ગતિ, સાઈકલનાં પૈડાની ગતિ.

ઉત્તરઃ 

સુરેખ ગતિઃ ધનુષ્યમાંથી છૂટેલા તીરની ગતિ, નળમાંથી ટપકતાં પાણીનાં ટીપાંની ગતિ.
વર્તુળાકાર ગતિઃ ચકડોળમાં બેઠેલા બાળકની ગતિ, ઘડિયાળના કાંટાની ગતિ, સાઇકલનાં પૈડાંની ગતિ.
આવર્ત ગતિઃ લોલકની ગતિ, ચીચવામાં બેઠેલાં બાળકોની ગતિ, પવનથી ડોલતી ઘંટડીની ગતિ.

Class 6 Science Important Questions Chapter 10 ગતિ અને અંતરનું માપન

પ્રશ્ન 10. લંબાઈ માપવા માટે જો આંગળી, વૈત, હાથ જેવા એકમોનો ઉપયોગ થતો હોત, તો કેવી કેવી મુશ્કેલીઓ થાય?
ઉત્તરઃ 
આંગળી, વૈત, હાથ વગેરે લંબાઈ માપવા માટેના અંદાજિત એકમો છે. દરેક વ્યક્તિનાં આંગળાં, વેંત, હાથ સરખાં હોતાં નથી. આથી આવા એકમોનો ઉપયોગ લંબાઈ માપવા માટે કરવામાં આવે તો એક જ વસ્તુની લંબાઈ જુદી જુદી વ્યક્તિઓ માપે તો જુદાં જુદાં માપ મળે. તેથી વસ્તુની લંબાઈનું માપન ચોક્કસ રીતે થઈ શકે નહિ. વળી વેંત અથવા હાથની લંબાઈ દ્વારા માપેલ માપ વેપારીને જણાવો, તો તે ચોક્કસ કેટલી લંબાઈ છે તે સમજી શકતો નથી. પરિણામે વ્યવહારમાં કાપડની કિંમત ગણવામાં, ચોક્કસ માપનાં કપડાં સીવડાવવામાં, ચોક્કસ માપનું ફર્નિચર બનાવવામાં, ચોક્કસ માપનાં ઉત્પાદનો તૈયાર કરવામાં એમ દરેક ક્ષેત્રે મુશ્કેલીઓ પડે. વળી આપણા જવાનું સ્થાન કેટલે દૂર છે તે જાણતા ન હોઈએ તો ત્યાં સમયસર પહોંચી શકાય નહિ. ઘરમાં ફર્નિચરની ગોઠવણી માપ મુજબ થઈ શકે નહિ. ઘરના બારી-બારણાં નાના-મોટાં બને. આમ ઘણી અવ્યવસ્થા ઊભી થાય.

પ્રશ્ન 11. કોઈ પણ વસ્તુની લંબાઈનું માપન કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશો?
ઉત્તરઃ 
ફૂટપટ્ટીથી વસ્તુની (અહીં પેન્સિલની) લંબાઈ માપતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખીશું :

  1. વસ્તુનો એક છેડો આંખનું સ્થાન ફૂટપટ્ટીના 0 (શૂન્ય) અંક સામે ખોટું સાચું ખોટું રહે તેમ ચોકસાઈથી વસ્તુને ગોઠવીશું. વસ્તુ ફૂટપટ્ટીને અડીને સમાંતર રહે તેમ રાખીશું.
  2. વસ્તુનો બીજો છેડો ફૂટપટ્ટીના કયા અંક સામે છે તે જોતી વખતે આપણી આંખ, વસ્તુનો બીજો છેડો અને ફૂટપટ્ટી પરનો અંક કે કાપો એક જ લાઇનમાં ફૂટપટ્ટીને લંબ રહે તે ધ્યાનમાં રાખીશું.
  3. કેટલીક ફૂટપટ્ટીના 0 અંક તરફનો છેડો તૂટેલો હોય છે. આવી સ્થિતિમાં ફૂટપટ્ટીનો બીજો કોઈ પૂર્ણાક અંક જેમ કે 1.0 સેમી ઉપયોગમાં લઈ શકાય. આ માટે પેન્સિલના એક છેડાને ફૂટપટ્ટીના 1.0 સેમી અંક પર મૂકી પેન્સિલના બીજા છેડાના અવલોકનમાંથી 1 અંક બાદ કરી પેન્સિલની લંબાઈ નક્કી કરવી.

પ્રશ્ન 12. પહેલાંના સમયમાં લોકો લંબાઈ માપવા શાનો ઉપયોગ કરતાં હતા?
ઉત્તરઃ 
પહેલાંના સમયમાં લોકો લંબાઈ માપવા પોતાના શરીરનાં અંગો જેવાં કે કે આંગળી, મુકી, વેંત, હાથ, પગલાંનો ઉપયોગ કરતાં હતાં.

પ્રશ્ન 13. સુરેખ ગતિનું એક ઉદાહરણ આપો.
ઉત્તર: 
સીધા પાટા પર ચાલતી ટ્રેનની ગતિ સુરેખ ગતિનું ઉદાહરણ છે.

પ્રશ્ન 14. વર્તુળાકાર ગતિનું એક ઉદાહરણ આપો.
ઉત્તરઃ
સાઇકલના પૈડાંની ગતિ વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે.

પ્રશ્ન 15. હવાથી હાલતાં વૃક્ષનાં પર્ણો કયા પ્રકારની ગતિ કરે છે?
ઉત્તરઃ
હવાથી હાલતાં વૃક્ષનાં પણ આવર્ત ગતિ કરે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ