Ad Code

Ticker

6/recent/ticker-posts

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

Class 6 Science Important Questions Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન

Class 6 Science Important Questions Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન

પ્રશ્ન 1. પર્વતીય વિસ્તારમાં રહેતાં પ્રાણીઓ અને વનસ્પતિઓનાં નામ જણાવો.

ઉત્તરઃ પર્વતીય વિસ્તારમાં રહેતાં પ્રાણીઓ : હિમ ચિત્તો, યાક, પર્વતીય બકરી, સફેદ રીંછ.
પર્વતીય વિસ્તારમાં ઊગતી વનસ્પતિઓ : ઓક, પાઇન, દેવદાર.

પ્રશ્ન 2. રણપ્રદેશમાં રહેતાં પ્રાણીઓ અને વનસ્પતિઓનાં નામ જણાવો.
ઉત્તરઃ રણપ્રદેશમાં રહેતા પ્રાણીઓઃ ઊંટ, કાંગારુ રેટ (રણનું ઉંદર), સાપ, કસ્તુરી મૃગ વગેરે.
રણપ્રદેશની ઊગતી વનસ્પતિઓઃ થોર, સરુ, આકડો, બાવળ.

પ્રશ્ન 3. વહેલ અને ડૉલ્ફિન કેવી રીતે શ્વસન કરે છે?
ઉત્તરઃ વહેલ અને ડૉલ્ફિનને ચૂઈ હોતી નથી. તેઓ નસકોરાં કે શ્વસનછિદ્રો જે તેમના માથાના ઉપરના ભાગે ગોઠવાયેલા હોય છે. તેઓ જ્યારે પાણીની સપાટીની નજીક તરતાં હોય ત્યારે તેના દ્વારા હવા અંદર લે છે. તેઓ લાંબા સમય સુધી શ્વાસ લીધા વગર પાણીની અંદર રહી શકે છે. શ્વાસ લેવા તેઓ સમયાંતરે સપાટીની બહાર માથું કાઢે છે.

પ્રશ્ન 4. પર્વતીય વિસ્તારમાં રહેતાં પ્રાણીઓનાં અનુકૂલનો જણાવો.
ઉત્તર: પર્વતીય વિસ્તારમાં રહેતાં પ્રાણીઓનાં અનુકૂલનો નીચે મુજબ છેઃ

  1. ઠંડીથી રક્ષણ મેળવવા માટે તેમની ચામડી જાડી અને રુવાંટી ધરાવે છે. ઉદાહરણ તરીકે યાકને લાંબા વાળ હોય છે, જેથી તેનું શરીર ગરમ રહે છે.
  2. હિમ ચિત્તાના શરીર, પગ અને પંજા પર ગાઢ રુવાંટી હોય છે, જે તેને બરફ પર ચાલતી વખતે ઠંડીથી બચાવે છે.
  3. પર્વતીય બકરીઓ મજબૂત ખરીઓ ધરાવે છે, જેથી ખડકાળ ઢાળ પર દોડી શકાય.

Class 6 Science Important Questions Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન

પ્રશ્ન 5. સિંહનાં શિકારી પ્રાણી તરીકેનાં અનુકૂલનો જણાવો.
ઉત્તરઃ સિંહનાં શિકારી પ્રાણી તરીકેનાં અનુકૂલનો નીચે મુજબ છેઃ

  1. તે જંગલમાં કે ઘાસના મેદાનમાં રહેતું સશક્ત પ્રાણી છે, જે હરણ જેવા પ્રાણીનો શિકાર કરી શકે છે.
  2. તેનો આછો ભૂખરો રંગ ઘાસના મેદાનમાં છુપાવા માટે મદદરૂપ થાય છે અને ભક્ષ્યની નજરથી બચીને તેના પર અચાનક હુમલો કરી શકે છે.
  3. તેના ચહેરાની આગળ તરફ રહેલી આંખો તેને શિકારના ચોક્કસ સ્થાન વિશે ખ્યાલ આપે છે.
  4. તેની દોડવાની ઝડપ શિકારને પકડવામાં મદદ કરે છે.

પ્રશ્ન 6. ઘાસના મેદાનમાં રહેતાં હરણનાં અનુકૂલનો જણાવો.
ઉત્તરઃ ઘાસનાં મેદાનમાં રહેતા હરણનાં અનુકૂલનો નીચે મુજબ છેઃ

  1. ઘાસના મેદાનની વનસ્પતિના મજબૂત પ્રકાંડને ચાવવા માટે તેને મજબૂત દાંત હોય છે.
  2. તેનો વાઘ અને સિંહ જેવા પ્રાણીઓ દ્વારા શિકાર ન થાય અને તેમનાંથી બચાવ થાય તે માટે શિકારી પ્રાણીના સામાન્ય હલનચલનને સાંભળી શકે તે માટે તેના કાન લાંબા હોય છે.
  3. તેના માથાની બાજુ પર રહેલી આંખો તેને ખતરાની જાણ માટે દરેક દિશામાં જોવા માટે મદદરૂપ થાય છે.
  4. હરણની ઝડપ તેને શિકારી પ્રાણીથી દૂર ભાગવામાં મદદરૂપ થાય છે.

પ્રશ્ન 7. સજીવોનાં લક્ષણો જણાવો.
ઉત્તરઃ સજીવોનાં લક્ષણો નીચે મુજબ છેઃ

  1. તેઓને ખોરાકની જરૂર હોય છે.
  2. તે વૃદ્ધિ પામે છે, એટલે કે તે જન્મે છે, મોટા થાય છે અને છેવટે મૃત્યુ પામે છે.
  3. તે શ્વસન કરે છે.
  4. તે ઉત્તેજનાને પ્રતિચાર આપે છે.
  5. તે હલનચલન કરે છે.
  6. તે ઉત્સર્જન કરે છે.
  7. તે પ્રજનન કરે છે.

Class 6 Science Important Questions Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન

પ્રશ્ન 8. વનસ્પતિ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે તે દર્શાવતા ઉદાહરણો આપો.
ઉત્તરઃ વનસ્પતિ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે તે દર્શાવતા ઉદાહરણો નીચે મુજબ છેઃ

  1. લજામણીના છોડની ડાળીને અડકતાં તેનાં પણ બિડાઈ જાય છે.
  2. સૂર્યમુખીના છોડના પુષ્પ સૂર્યની તરફ રહે છે અને સૂર્યાસ્ત થતાં પુષ્પ નમી જાય છે.
  3. પોયણાનાં અને રાતરાણીનાં પુષ્પો માત્ર રાત્રે જ ખીલે છે.

પ્રશ્ન 9. આકાશમાં ખસતું વાદળ સજીવ છે કે નિર્જીવ? શા માટે?
ઉત્તરઃ આકાશમાં ખસતું વાદળ નિર્જીવ છે. તેનાં કારણો નીચે મુજબ છેઃ

  1. વાદળ પવનના બળથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. વાદળ પોતાની જાતે ખસતું નથી. તેથી આ સજીવનું પ્રચલનનું લક્ષણ નથી.
  2. વાદળ સજીવનાં અન્ય લક્ષણો પણ ધરાવતું નથી. જેમ કે, વાદળ ખોરાક લેતું નથી, શ્વસન કરતું નથી, વાદળ વૃદ્ધિ પામી યુવાન બનતું નથી કે પ્રજનન કરી બીજું વાદળ ઉત્પન્ન કરતું નથી.

પ્રશ્ન 10. બારમાસીનો છોડ સજીવ છે તેમ શા પરથી કહી શકાય?
ઉત્તરઃ બારમાસીનો છોડ વ્યસન કરે છે. તે પણમાં આવેલાં છિદ્રો દ્વારા હવામાંનો ઑક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયૉક્સાઈડ વાયુ બહાર કાઢે છે.

  1. તે જમીનમાંથી ખનીજ દ્રવ્યો અને પાણી ખોરાક તરીકે લે છે.
  2. તેનો નાનો છોડ વૃદ્ધિ પામી મોટો છોડ બને છે.
  3. બારમાસીના છોડનાં બીજ વાવવાથી બારમાસીનો નવો છોડ ઊગે છે.
    ઉપરનાં વિધાનો પરથી બારમાસીનો છોડ સજીવ છે એમ કહી શકાય.

પ્રશ્ન 11. આગગાડી નિર્જીવ છે કે સજીવ છે? આમ કહેવા માટેનાં તમારાં – કારણો આપો.
ઉત્તરઃ આગગાડી નિર્જીવ છે. આ માટેનાં કારણો આ મુજબ છે :

  1. આગગાડી એક સ્થાનેથી બીજે સ્થાને જાય છે, પરંતુ તે કોલસા, ડીઝલ કે વિદ્યુતઊર્જાના ઉપયોગથી ચાલે છે. તે પોતાની મેળે હલનચલન કરતી નથી.
  2. આગગાડી સમય જતાં સજીવોની જેમ વૃદ્ધિ પામી કદમાં મોટી થતી નથી.
  3. આગગાડી પોતાની મેળે કોલસાનો ખોરાક તરીકે ઉપયોગ કરતી નથી.
  4. આગગાડી નવી આગગાડીને જન્મ આપી શકતી નથી. તેથી આગગાડી ચાલતી હોવા છતાં તે નિર્જીવ છે એમ કહેવાય.

Class 6 Science Important Questions Chapter 9 સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન

2. વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો:

પ્રશ્ન 1. ઊંટ રણનું વહાણ કહેવાય છે.
ઉત્તરઃ

  1. ઊંટ રણપ્રદેશમાં વસવાટ માટેનાં અનુકૂલનો ધરાવે છે.
  2. તેના પગના તળિયાનો ભાગ ગાદી જેવો હોય છે. આથી તેના પગ રણની રેતીમાં ખૂપી જતા નથી તેમજ ગરમ રેતીમાં ચાલવામાં અનુકૂળ રહે છે.
  3. તે લાંબા સમય સુધી ખોરાક અને પાણી વિના ચલાવી શકે છે.
  4. તે લાંબા સમયે અલ્પ માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે. આવાં અનુકૂલનો ધરાવતું ઊંટ રણપ્રદેશમાં મુસાફરી માટે સક્ષમ છે. તેથી ઊંટ રણનું વહાણ કહેવાય છે.

પ્રશ્ન 2. થોર રણપ્રદેશમાં ઊગી શકે છે.
ઉત્તરઃ

  1. થોરનાં પર્ણો નાનાં અને ઓછાં હોય છે. પાણીની અછતના સમયે પણનું કંટકમાં રૂપાંતર થાય છે, જેથી બાષ્પોત્સર્જન દ્વારા ઓછું પાણી ગુમાવાય છે.
  2. પ્રકાંડની શાખાઓ જાડી અને લીલી હોય છે, જેના દ્વારા તે પ્રકાશસંશ્લેષણ કરે છે.
  3. તેના માંસલ અને દળદાર પ્રકાંડમાં ખોરાક અને પાણીનો સંગ્રહ થાય છે. આમ, થોર ખૂબ જ ઓછી પાણીની જરૂરિયાતથી રણપ્રદેશમાં અનુકૂલન સાધી જીવિત રહી શકે છે. તેથી થોર રણપ્રદેશમાં ઊગી શકે છે.

પ્રશ્ન 3. આંબાનું વૃક્ષ એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકતું નથી, છતાં તે સજીવ કહેવાય છે.
ઉત્તરઃ આંબાનું વૃક્ષ એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકતું નથી. પરંતુ તે સજીવનાં અન્ય લક્ષણો જેવા કે શ્વસન કરવું, ખોરાક લેવો, સંવેદના અનુભવવી, વૃદ્ધિ પામવી, પ્રજનન કરવું એ લક્ષણો ધરાવે છે. આથી આંબાનું વૃક્ષ સજીવ કહેવાય છે.

પ્રશ્ન 4. વિમાન આકાશમાં ઊડે છે અને ખોરાક તરીકે પેટ્રોલ પીએ છે, છતાં વિમાન નિર્જીવ કહેવાય છે.
ઉત્તરઃ
વિમાન આકાશમાં પોતાની જાતે ઊડતું નથી, પરંતુ વિમાનચાલક દ્વારા તેને આકાશમાં ઊડાડવામાં આવે છે. તે પોતાની જાતે ખોરાક તરીકે પેટ્રોલ પીતું નથી, પરંતુ તેમાં પેટ્રોલ ભરવામાં આવે છે. આને સજીવનાં લક્ષણો ન ગણાય. વળી વિમાન શ્વસન કરતું નથી, વૃદ્ધિ પામતું નથી કે પ્રજનન કરતું નથી. તેથી વિમાન નિર્જીવ કહેવાય છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ