અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ Class 7 Maths Notes
→ અપૂર્ણાકનો પૂર્ણ સંખ્યા સાથેનો ગુણાકાર કરતાં અપૂર્ણાકના અંશ સાથે પૂર્ણ સંખ્યા ગણવામાં આવે છે અને છેદ તેનો તે જ રહે છે.
→ બે અપૂર્ણાકોનો ગુણાકાર કરવા માટે બંને અપૂર્ણાકોના અંશનો અને બંને અપૂર્ણાકોના છેદનો ગુણાકાર કરી, અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં મુકાય છે.
→ જેના છેદ કરતાં અંશ નાનો હોય તે શુદ્ધ અપૂર્ણાક કહેવાય. જેના છેદ કરતાં અંશ મોટો હોય તે અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય.
→ બે શુદ્ધ અપૂર્ણાકોનો ગુણાકાર તે બે અપૂર્ણાકો કરતાં નાનો હોય.
→ એક શુદ્ધ અને એક અશુદ્ધ અપૂર્ણાકનો ગુણાકાર શુદ્ધ અપૂર્ણાક કરતાં મોટો અને અશુદ્ધ અપૂર્ણાક કરતાં નાનો હોય.
→ બે અશુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર બને અશુદ્ધ અપૂર્ણાક કરતાં મોટો હોય.
→અપૂર્ણાકનો વ્યસ્ત મેળવવા માટે અપૂર્ણાકના અંશ અને છેદની અદલાબદલી કરવામાં આવે છે.
Class 7 Maths Notes Chapter 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ
→ જો બે શૂન્યતર સંખ્યાઓનો ગુણાકાર 1 મળે, તો તે બે સંખ્યાઓને એકબીજીની વ્યસ્ત સંખ્યાઓ કહેવાય.
→ અપૂર્ણાકનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર કરવા માટે અપૂર્ણાંકને પૂર્ણ સંખ્યાના – વ્યસ્ત વડે ગુણવામાં આવે છે.
→ એક અપૂર્ણાકનો બીજા અપૂર્ણાક વડે ભાગાકાર કરવા માટે અપૂર્ણાંકને બીજા અપૂર્ણાકના વ્યસ્ત વડે ગુણવામાં આવે છે.
→પૂર્ણ સંખ્યાનો અપૂર્ણાક વડે ભાગાકાર કરવા માટે પૂર્ણ સંખ્યાને અપૂર્ણાંકના વ્યસ્ત વડે ગુણવામાં આવે છે.
→ દશાંશ સંખ્યાને 10 વડે ગુણતાં દશાંશ-ચિહ્ન એક દશાંશ-સ્થળ જમણી બાજુ ખસે છે.
→ દશાંશ સંખ્યાને 100 વડે ગુણતાં દશાંશ-ચિહ્ન બે દશાંશ-સ્થળ જમણી બાજુ ખસે છે.
→ દશાંશ સંખ્યાને 10 વડે ભાગતાં દશાંશ-ચિહ્ન એક દશાંશ-સ્થળ ડાબી . બાજુ ખસે છે.
→ દશાંશ સંખ્યાને 100 વડે ભાગતાં દશાંશ-ચિહ્ન બે દશાંશ-સ્થળ ડાબી બાજુ ખસે છે.
→ દશાંશ સંખ્યાને 1000 વડે ભાગતાં દશાંશ-ચિહ્ન ત્રણ દશાંશ-સ્થળ ડાબી બાજુ ખસે છે.
→ દશાંશ સંખ્યાનો દશાંશ સંખ્યા વડે ગુણાકાર કરવામાં આવે ત્યારે ગુણ્ય અને ગુણકનાં દશાંશ-સ્થળનો સરવાળો કરી ગુણનફળમાં તેટલા દશાંશ-સ્થળની આગળ ડાબી બાજુએ દશાંશ-ચિહ્ન મૂકવામાં આવે છે.