Laisozom atmaghati kothali || લાઇસોઝોમ આત્મઘાતી કોથળી
આ તો વળી કેવું નામ ! ‘આત્મઘાતી કોથળી'
તો આજે આપણે આ આર્ટીકલ ની અંદર લાઇસોઝોમ ને સામાટે 'આત્મઘાતી કોથળી' કહેવામા આવે છે , તે ક્યાં આવેલી હોય છે અને તેનું કાર્ય શું તે અંગેની વિસ્તૃત માહિતી મેળવીશું.
Lysosome |
હેલ્લો દોસ્તો હું KISHANBAVALIYA આપ સર્વેનું kishanbavaliya.blogspot.com માં સ્વાગત કરુ છું.
Also Read : મનુષ્યનું પાચનતંત્ર
લાઇસોઝોમ એ કોષ ની અંદર આવેલી અને કોષ ને કાર્યમાં મદદ કરતી એક અંગીકા છે. લાઇસોઝોમ વિષે જાણતા પહેલા કોષ અંગે સામાન્ય માહિતી મેળવીએ.
કોષ :- જેમ મકાન બનાવવા ઈટ ની જરૂર પડે છે તેમ કોઈ પણ સજીવના બંધારણ માટે કોષ જરૂરી છે.
સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે કોષ.
લાઇસોઝોમ એ ફક્ત પ્રાણીકોષ ની અંદર જ જોવા મળે છે, વનસ્પતિ કોષ ની અંદર લાઇસોઝોમ ની ગેરહાજરી જોવામલે છે.
લાઇસોઝોમ ( આત્મઘાતી કોથળી ) ની શોધ
ડૉ. ક્રીશ્ચિયન ડી ડુવ બેલ્જિયમ ના લુવાઇન માં સ્થિત કેથોલિક યુનિવર્સિટીમાં ફિઝિયોલોજિકલ રસાયણશાસ્ત્ર ના અધ્યક્ષ હતા.
ક્રિશ્ચિયન ડી ડુવ યકૃત ના કોષો માં હોર્મોન ની કાર્યવાહી અંગેનો અભ્યાસ કરી રહ્યા હતા. 1949 સૂનધિ તેમણે ગ્લુકોઝ 6-ફોસફેટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
એંઝાઈમમાથી સેન્ટ્રિફ્યુગેશન પધ્ધતિ નો ઉપયોગ કરી તેમણે તેમના કદના આધારે અલગ કર્યા. અલગ કર્યા પસી જાણવા મળ્યું કે તે એક કોષ નો જ ભાગ હતા.
ઈ.સ. 1955 આ કોષોને તેમના પાચનના ગુણધર્મ ને આધારે ડૉ.ડયુ એ 'લાઇસોઝોમ' એવું નામ આપ્યું. ડૉ. ડયુ ને લાઇસોઝોમના હાઈડ્રોલિટિક એંઝાઇમ ની પુસ્ટી કરી આ શોધ માટે તેમને 1974માં નોબલ પરિતોષિક થી સન્માનીત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :- કોરોનાવાયરસ છેલ્લા 25 હજાર વર્ષથી લોકોની હત્યા કરી રહ્યો છે, તેમ અભ્યાસનો દાવો છે.
લાઇસોઝોમ કે આત્મઘાતી કોથળીનું બંધારણ
લાઇસોઝોમ એ કોષ નો જ એક ભાગ છે. તેની અંદર વિવિધ પ્રકારના ઉત્સેચકો આવેલા હોય છે. જે કોષ ને ન્યુક્લિક એસિડ, લિપિડ વગેરે જટિલ બંધારનોને તોડવામાટે જરૂરી હોય છે.
કદ :- 0.1µm થી 1.2µm
PH :- 4.5 થી 5.0
લાઇસોઝોમ નું સ્થાન
લાઇસોઝોમ એ કોષનો જ એક ભાગ છે. તે ફક્ત પ્રાણી કોષમાં જ જોવા મળે છે. કોષરસ ની અંદરના ભગમાં લાઇસોઝોમ તરતા જોવા મળે છે.
લાઇસોઝોમ નું કાર્ય
લાઇસોઝોમનું મુખ્ય કાર્ય પાચન કરવાનું છે. કોશની અંદર અંતસ્ત્રાવોનું ઉત્સર્જન કરીને ખોરાકના જટિલ ઘટકોને તોડવાનું અને પાચન નું કર્યા કરે છે. તેની સાથે સાથે તે નીચે પ્રમાણે ના પણ કેટલાક કર્યો કરે છે. આત્મઘાતી કોથળી લાઇસોઝોમના 3 કર્યો.
સૌથી પહેલું કાર્ય તે બહારના ભાગ ( કોષ ની બહારનો ભાગ ) માં આવેલ કોશિકાઓ નું પાચન કરે છે.
બીજું કાર્ય કોષની અંદર પાચન ક્રિયા કરે છે. મતલબ કે કોષિકા ની અંદર થવા વળી પાચન ક્રિયા કરે છે.
મૃત કોષો ને નસ્ટ કરવાનું કાર્ય કરે છે. એટલે કે જે મૃત કોષો હોય છે તેને લાઇસોઝોમ નસ્ટ કરે છે.
કોષોના વિભાજનમાં મદદ કરે છે.
આ પણ વાંચો :- What is the VIRUS ?
આત્મઘાતી કોથળી કેમ કહેવાય !
કોષને જ્યારે કઈ નુકશાન થાય કે તે નષ્ટ પામે ત્યારે તેની અંદર રહેલી લાઇસોઝોમ ની થેલી ફાટી જાય છે, અને તેની અંદર રહેલા અં:તસ્ત્રાવો મુક્ત થાય છે અને કોષનું પાચન કરેછે. આમ લાઇસોઝોમ એ પોતાનાજ કોષને પોતે નષ્ટ કરતી કોથળી હોવાથી લાઇસોઝોમ ને આત્મઘાતી કોથળી કહેવામા આવે છે.
આમ, 'લાઇસોઝોમ' કોષની અંદર રહેવાની સાથે સાથે તેનો નાશ પણ કરે છે તેથી તેને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે.
વિડિયો જોવા માટે લિન્ક પર ક્લિક કરો :- લિન્ક