E-Shram Portal Detail in Gujarati
ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે. આપણા દેશમાં ખેતી કે અન્ય રોજગાર સાથે જોડાયેલા શ્રમિકોની સંખ્યા સૌથી વધારે છે. દેશમાં સંગઠિત કે અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલ શ્રમિકો માટે સરકારશ્રી દ્વારા વિવિધ સરકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. સરકારી યોજનાઓ હોવા છતાં પણ ઘણા શ્રમિકો માહિતીના અભાવને કારણે યોજનાઓનો લાભ મેળવી શકતા નથી. જેને ધ્યાને લઈને શ્રમિકો માટે UWIN Card, e Nirman Card વગેરે બહાર પાડવામાં આવેલ છે. આ ઉપરાંત તમામ શ્રમિકોને લાભ આપવા માટે ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા e-Shram portal ની શરૂઆત કરવામાં આવી છે. આ પોર્ટલ દ્વારા તમામ શ્રમિકોની માહિતી એકઠી કરવામાં આવશે. આ આર્ટિકલ દ્વારા E Shram Card દ્વારા તમામ માહિતી આપવામાં આવશે.
National Database of Unorganised Workers (NDUW)
Government of India ના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઈ શ્રમ પોર્ટલ બનાવવામાં આવેલ છે. E Shram Portal દ્વારા દેશના અસંગઠિત ક્ષેત્રના 38 કરોડથી વધુ શ્રમિકોનો ડેટા તૈયાર કરવામાં આવશે. જેને આધારકાર્ડ સાથે જોડવામાં આવશે. જેનાથી શ્રમિકોના નામ, વ્યવસાય,સરનામુ, શૈક્ષણિક લાયકાત, ધંધાની આવડત અને પરિવારની માહિતી એકત્રીકરણ થશે. જેના દ્વારા રોજગારી માટે તેમજ સામાજિક સુરક્ષાની યોજનાનો લાભ આપી શકાશે. e shram card registration કરેલ શ્રમિકોને 12 આંકડાનું UNA Card આપવામાં આવશે. જેના દ્વારા વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવી શકશે.
e-shram portal નો ઉદ્દેશ્ય
ઈ-શ્રમ પોર્ટલ નો મુખ્ય ઉદ્દેશ્ય અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો જેવા કે પ્રવાસી શ્રમિક, નિર્માણ શ્રમિક, ઘરકામના શ્રમિક, કૃષિક્ષેત્રે જોડાયેલ શ્રમિકોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. E Sharam Card ના આધારે શ્રમિકોને સરકારી યોજનાઓનો લાભ એકસૂત્રતામાં આપી શકાય. આ પોર્ટલ પર નોંધાયેલ શ્રમિકો પોતાના કૌશલ્યના આધારે નોકરી મેળવી શકશે.
E-Shram Portal Detail in Gujarati |
e-Shram Stakeholders
Ministry Of Labour And Employment દ્વારા દેશના તમામ અસંગઠિત ક્ષેત્રના કામદારોનો ડેટાબેઝ તૈયાર કરવા માટે ઈ શ્રમિક પોર્ટલ બનાવવામાં આવે છે. આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન થયેલા શ્રમિકોને વિવિધ સરકારી યોજનાઓ લાભ સરળતાથી આપી શકાય તે અત્યંત જરૂરી છે. જેને ધ્યાને લઈને ભારત સરકારના ઘણા બધા વિભાગો એક સાથે મળીને e Shramik Card માટે પોર્ટલને લોંચ કરવામાં Stakeholders તરીકે જોડાયેલ છે. જે નીચે મુજબ છે.
- Ministry of Labour and Employment
- Ministry of Electronics & Information Technology (MeitY)
- National Informatics Centre (NIC)
- State / UT Governments
- Line Ministries/Departments of Central Government
- Workers Facilitation Center and Field Operators
- Unorganized Workers & Their Families
- UIDAI
- NPCI
- ESIC & EPFO
- CSC-SPV
- Department of Posts Through Post Offices
- Private sector partners
E Sharam Card રજીસ્ટ્રેશન કરાવતા પહેલાં ધ્યાન રાખવું.
ઈ શ્રમિક કાર્ડ કઢાવતાં પહેલા લાભાર્થીઓ નીચે મુજબની બાબતો ધ્યાનમાં રાખવાની રહેશે.
- અરજદાર લાભાર્થી Income Tex ન ભરતો હોવો જોઈએ.
- શ્રમિકની ઉંમર 16 વર્ષ કરતાં વધારે અને 59 વર્ષ કરતા ઓછી હોવી જોઈએ.
- શ્રમિક EPFO/ESIC નો સભ્ય ન હોવો જોઈએ.
E Shram Portal ની વિશેષતાઓ
- ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઈ-શ્રમ પોર્ટલ લોંચ કરવામાં આવેલ છે.
- e Shram Portal દ્વારા 38 કરોડથી વધુ અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે.
- CSC (Common Service Center ) દ્વારા આ ડેટાબેઝ તૈયાર કરવામાં સહયોગ આપશે.
- શ્રમિકોનો ડેટાબેઝ આધારકાર્ડ સાથે જોડવામાં આવશે.
- આ પોર્ટલ દ્વારા શ્રમિકોના નામ, સરનામું, શૈક્ષણિક લાયકાત, કૌશલ્યનો પ્રકાર તથા તેના પરિવારની માહિતી ભરવાની રહેશે.
- આ પોર્ટલ દ્વારા રજીસ્ટેશન કરાવનાર શ્રમિકોને ઘણી બધી સરકારી યોજનાનો લાભ આપવામાં આવશે.
- ઇ શ્રમ પોર્ટલ દ્વારા શ્રમિકોને 12 આંકડાનો કાર્ડ આપવામાં આવશે, જે દેશના દરેક રાજ્યમાં માન્ય રહેશે.
- E-Shram Portal પર નોંધાયેલ શ્રમિકોના વ્યવસાય, કૌશલ્ય અને આવડતના આધારે રોજગાર આપવામાં પૂરી મદદ કરવામાં આવશે.
- e shram portal પર નોંધાયેલા ડેટાબેઝના આધારે સરકાર શ્રમિકોના હિતને ધ્યાને લઈને નવીન અને લાભકારી યોજના બનાવી શકશે.
ઈ શ્રમ કાર્ડની અગત્યની માહિતી
- ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ શ્રમિક પોર્ટલ ખૂબ જ મહત્વનું છે. આ પોર્ટલ શ્રમિકોના ઉત્થાન માટે બહુ યોગદાન આપશે. E Shram Portal ની અગત્યની બાબતો નીચે મુજબ છે.
- E Shram Card બનાવવાની કામગીરી 26 ઓગસ્ટ 2021 ના રોજ ભારત સરકારના Ministry Of Labour And Employment દ્વારા લોંચ કરવામાં આવેલ હતું.
- આ કાર્ડ દેશના કોઈપણ રાજ્યના નાગરિક બનાવી શકે છે.
- ઈ શ્રમ કાર્ડ દ્વારા શ્રમિકો વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવી શકશે.
- અસંગઠિત ક્ષેત્ર તમામ કામદારો ઈ શ્રમ કાર્ડ બનાવી શકશે.
- શ્રમિકોએ આ કાર્ડ બનાવવા માટે ઈ શ્રમ કાર્ડની ઓફિશીયલ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
- દરેક શ્રમિકોને એક કાર્ડ આપવામાં આવશે. જેમાં યુનિક આઈડેટિફિકેશન નંબર હશે.
- ઈ શ્રમિક કાર્ડ બનાવવાથી પીએમ સુરક્ષા વીમા યોજનાનો લાભ પણ મળવાપાત્ર થશે. જેના અંતર્ગત 2.00 લાખ સુધી દુર્ઘટના વીમો આપવામાં આવશે. જો આ કાર્ડ હશે તો વીમાનું પ્રીમિયમની રકમ સરકાર દ્વારા ભરવામાં આવશે.
E Shram Card ના લાભાર્થીઓની યાદી
ઇ-શ્રમ કાર્ડ હેઠળ દેશના અસંગઠિત ક્ષેત્રના કામદારોને આ કાર્ડ આપવામાં આવશે. જે કામદારોનું Income Tax કપાતો ન હોય તેમજ શ્રમિક EPFO નો સભ્ય ન હોય તેમને લાભ મળશે. અસંગઠિત ક્ષેત્રના કામદારોની યાદી નીચે મુજબ છે.- ખેતશ્રમિક
- કડીયાકામ, ઈંટો ગોઠવી
- સુથાર, મિસ્ત્રી
- લાકડું અથવા પથ્થર બાંધનાર કે ઊંચકનાર
- આંગણવાડી કાર્યકર
- વાયરમેન
- વેલ્ડર
- ઇલેક્ટ્રિશિયન
- પ્લમ્બર
- હમાલ
- મોચી
- દરજી
- માળી
- બીડી કામદારો
- ફેરીયા
- રસોઈયા
- અગરિયા
- ક્લીનર- ડ્રાઇવર
- ગૃહ ઉદ્યોગ
- લુહાર
- વાળંદ
- બ્યુટી પાર્લર વર્કર
- આશા વર્કર
- કુંભાર
- કર્મકાંડ કરનાર
- માછીમાર
- કલરકામ
- આગરીયા સફાઈ
- કુલીઓ
- માનદવેતન મેળવનાર
- રિક્ષા ચાલક
- પાથરણાવાળા
- રોડ પર નાસ્તાની દુકાન ચલાવનાર
- ઘરેલું કામદારો અથવા કામ કરતા ભાઈઓ-બહેનો
- રત્ન કલાકારો
- ઈંટો કામ કરનાર
- રસોઈ કરનાર
- જમીન વગરના
E Shram Card હેઠળ મળવાપાત્ર યોજનાઓના લાભ
e shram card registration કરનાર શ્રમિકોને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે. જેમાં મુખ્ય બે ભાગ પાડવામાં આવેલ છે. જેમાં 1) Social Security Welfare Schemes અને 2) Employment Schemes. આ યોજનાઓના વિગતવાર માહિતી નીચે મુજબ છે.
Social Security Welfare Schemes
ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી સામજિક સુરક્ષાની યોજનાઓનો લાભ ઈ શ્રમ કાર્ડ ધરાવતા શ્રમિકોને મળશે. આ સામાજિક સુરક્ષાની યોજનાઓની માહિતી ટૂંકમાં નીચે મુજબ છે.
Pradhan Mantri Shram Yogi Maan-Dhan (PM-SYM) Pension Yojana
National Pension Scheme for Shopkeepers, Traders, and the Self-employed Persons
Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana (PMJJBY)
Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY)
Atal Pension Yojana
Public Distribution System (PDS) – NFSA
Pradhan Mantri Awaas Yojana – Gramin (PMAY-G)
National Social Assistance Programme (NSAP) -Old age Protection
Ayushman Bharat-Pradhan Mantri Jan Arogya Yojana (AB-PMJAY)
Health Insurance Scheme for Weavers (HIS)
National Safai Karamcharis Finance and Development Corporation (NSKFDC)
Self Employment Scheme for Rehabilitation of Manual Scavengers (Revised)
e shram helpline number
દેશના શ્રમિકોને આ કાર્ડ કઢાવવું જોઈએ. આ કાર્ડ કઢાવવા માટે કોઈ સમસ્યા કે પ્રશ્ન હોય તો ભારત સરકાર દ્વારા હેલ્પલાઈન નંબર અને Email Id જાહેર કરેલી છે. આપના દ્વારા હેલ્પલાઈન પર ફોન પણ કરી શકો છો અને ઈમેઈલ દ્વારા સમસ્યાને વિસ્તારપૂર્વક લખીને મોકલી પણ શકો છો.
E Shram Portal Helpline Number- 14434
e Shram Portal Email Id– eshram-care@gov.in
Office Address– Ministry of Labour & Employment, Govt. of India, Jaisalmer House, Mansingh Road, New Delhi-110011, India
Office Phone number: 011-23389928
FAQ of E-Shram Portal
- ઈ-શ્રમ કાર્ડ કોણ કઢાવી શકશે?
- ભારતના અસંગઠિત ક્ષેત્રના લાભાર્થીઓ આ કાર્ડ કઢાવી શકશે. જે શ્રમિકો EPFO/ESIC ના સભ્ય ન હોય તે જ કઢાવી શકે.
- E Shram Portal કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે.
- ઈ શ્રમ કાર્ડ ભારત સરકારના Ministry of Labour & Employment વિભાગ દ્વારા બનાવવામાં આવેલ છે.
- eShram માટે કોઈ આવક મર્યાદા નક્કી થયેલી છે?
- અસંગઠિત ક્ષેત્રના કામદાર તરીકે ઈ શ્રમિક કાર્ડ માટે નોંધણી કરાવી શકે છે. પરંતુ અરજદાર કોઈ આવકવેરો ચૂકવતા ન હોવા જોઈએ.
- ઈ શ્રમિક કાર્ડ કઢાવવા માટે કેટલી ઉંમર મર્યાદા નક્કી થયેલી છે?
- આ કાર્ડ કઢાવવા માટે અરજદાર લાભાર્થી 16-59 વર્ષના હોવા જોઈએ.
- eSHRAM Card ની કેટલી વેલીડીટી નક્કી થયેલી છે?
- આ ઇ-શ્રમ કાર્ડમાં 12 આંકડાનો યુનિક નંબર આવશે. જે કાયમી નંબર રહેશે અને તેની વેલીડીટી કાયમી રહેશે.
- શ્રમિકો પોતાના ઈ-શ્રમ કાર્ડમાં નવી માહિતી ક્યાંથી સુધારી શકે છે?
- શ્રમિકો પોતાના કાર્ડમાં જરૂરી માહિતી વધારવા માટે નજીકના CSC સેન્ટરનો સંપર્ક કરી શકે છે. તથા નવું શ્રમિક કાર્ડ કઢાવવા માટે પણ CSC સેન્ટરનો સંપર્ક કરી શકે છે.
- eSHRAM Card દ્વારા લાભાર્થીઓને કેટલી યોજનાઓનો લાભ લઈ શકે છે?
- આ કાર્ડ દ્વારા Social Security Welfare ની કુલ 12 યોજનાઓનો લાભ મેળવી શકે છે તથા Employment કુલ 6 યોજનાનો લાભ મેળવી શકે છે.
ધન્યવાદ