Gujarat Na Lok Nritya Information | ગુજરાતનાં લોકનૃત્ય માહિતી

Gujarat Na Lok Nritya | ગુજરાતનાં લોકનૃત્ય

ગુજરાતનાં લોકનૃત્ય : આજે આપણે આ સંપૂર્ણ આર્ટિકલમાં Gujarat Na Lok Nritya અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છીએ.

Gujarat Na Lok Nritya Information | ગુજરાતનાં લોકનૃત્ય માહિતી
ગુજરાતનાં લોકનૃત્ય


ગુજરાત વિવિધતામાં એકતા ધરાવતું એક અનોખુ રાજ્ય છે. તેમાં ઘણા બધા મેળા, લોકગીતો અને લોકનૃત્ય જોવા મળે છે. 

હવે વધુ રાહ ન જોતાં Gujarat Na Lok Nritya અંગે લેખ શરૂ કરીએ.

'નૃત્ય' શબ્દનો અર્થ

મૂળ સંસ્કૃત શબ્દ "નૃત" પરથી નૃત્ય શબ્દ આવ્યો છે.

તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવવાનું સાધન એટલે નૃત્ય.

નૃત્યકાળ મોહેજોદડો અને હડપ્પાના વખતથી વિકાશ પામે છે.

ભારત માં જેટલા પ્રદેશ છે તે તેટલા Lok Nritya છે.

જેવો પ્રદેશ અને જેવુ વાતાવરણ તેવી જ અસરો લોકનૃત્ય માં પડેલી જોવા મળે છે.

ભરત મુનિનો "નાટ્યશાસ્ત્ર" નૃત્યનો પ્રથમ પ્રમાણિત ગ્રંથ માનવમાં આવે છે.

આ ગ્રંથ ને "પંચવેદ" પણ કહેવાય છે.

ગુજરાતનાં લોકનૃત્ય | Gujarat Na Lok Nritya

લોકનૃત્ય એ આદિવાસી નૃત્યનુ સંવર્ધિત સ્વરૂપ છે.

આ Lok Nritya શીખવા કોઈ તાલીમ લેવી પડતી નથી, પરંતુ લોકોના અનુકરણ થી શીખી શકાય છે.

Lok Nritya લોક ઉત્સવ અને ધાર્મિક પરંપરાઓ સાથે જૂના સમયથી જોડાયેલા છે.

1.) ગરબા ( ગરબો ) | Garaba

ગરબો ગુજરાતનાં અતિ પ્રાચીન Lok Nritya નો એક પ્રકાર છે.

ગરબો એટલે ગર્ભદીપ - ઘડામાં મુકાયેલો દીવો.

આ lok nritya માં એક માટલીમાં છિદ્રો પાડી તેની અંદર ઓલવાઈ ન જાય એ રીતે દીવો મૂકવામાં આવે છે.

માટલીને ગરબો કહેવાય છે, આ માટલી મહિલાઓ માથે લઈને ગીતો ગાઈ નૃત્ય કરે છે.

આદ્યશક્તિ મહામાયાની પૂજાનું સ્વરૂપ એટલે ગરબો. દેવીપૂજા એજ ગરબાની ઉત્પત્તિનું મૂળ છે.

ગરબાના ગીતો દેવીને ઉદ્દેશીને બનાવેલા હોય છે સમય સાથે તાળી અને ચપટીની સાથે સાથે અનેક સાધનો વાપરવા લાગ્યા.

એક તાળી, ત્રણ તાળી, તાળી-ચપટી વગેરે ગરબાના પ્રકારો છે.

વલ્લભ મેવાડ ગરબા માટે પ્રખ્યાત છે.

નરસિંહ મહેતા, દયારામ, સુંદરમ, ઉમાશંકર અને અવિનાશ વ્યાસના ગીતો ગરબામાં ખુબજ ઉપયોગ થાય છે.

2.) ગરબી લોકનૃત્ય | Garabi Lok Nritya

ગરબો અને ગરબી બંને લોકનૃત્ય ના પ્રકાર નવરાત્રિ સાથે સંકળાયેલા છે.

ગરબો સ્ત્રીનું નૃત્ય છે, તો ગરબી પુરુષોનું નૃત્ય છે.

આ નૃત્યમાં પુરુષો સાદા પગલાં અને તાળીઓથી સમૂહમાં ગીત ગાતા ગાતા વર્તુળાકાર માં ફરે છે.

ગરબી એટલે લાકડાની માંડવી

ગરબીનો વિશેષ સબંધ ક્રુષ્ણ ભક્તિ સાથે જોડાયેલ છે.

કારણકે જે ગરબીઓ ઉપલબ્ધ છે તેમાં મોટાભાગે ક્રુષ્ણ-ગોપીનો ક્ષૃંગાર સારા પ્રમાણમાં આલેખાયેલ છે.

ગુજરાતનાં ભક્ત કવિ "દયારામે" ક્રુષ્ણ ને ઉદ્દેશીને ગરબીઓની રચના કરેલી છે.

3.) રાસ લોકનૃત્ય | Ras

સૌરાષ્ટ્રનું આગવું અને સર્વોત્તમ લોકનૃત્ય એટલે રાસ.

રાસ ના બે પ્રકાર મહાભારત માં વર્ણવાયેલા છે;

  1. હલ્લીસક રાસ
  2. દાંડિયા રાસ

દાંડિયા રાસ નો સૌપ્રથમ ઉલ્લેખા ક્રુષ્ણ લીલા માં ગોપ-ગોપીઓ ભેગા મળી ને કરતાં એ રીતે કરવામાં આવેલ છે.

સૌરાષ્ટ્રમાં 14મી કે 15મી સદીમાં નરસિંહ મહેતા,  મિરાબાઈ ના લીધે વૈષ્ણવ ધર્મના લીધે રાસ સજીવન થયો.

નવરાત્રિ, શરદપૂર્ણિમા, જળઝૂલણી અગિયારસ, સાતમ આઠમ જેવા પ્રસંગોમાં રાસ લેવાય છે.

આ લોકનૃત્ય વાજિંત્રો ઢોલ, નગારા, પાવો, મંજીરાં અને શરણાઈ વગેરે વપરાય છે.

રાસ મોટાભાગે પુરુષો લે છે, પરંતુ હવે સ્ત્રીઓ પણ પ્રચલિત થવા લાગી છે.

આ રાસ લોકનૃત્યની મુખ્ય ખાસિયત એ છે કે જે કોમ ( જ્ઞાતિ ) દ્વારા પ્રદર્શિત કરવામાં આવે છે તેનું આગવું અંગ ઉમેરાય છે.

નળકાંઠાના પઢારોના રાસ માં સ્ફૂર્તિ જોવા મળે છે.

કાઠિયાવાડની કોળી કોમ ના રાસ માં ચાંચલ્યપાનું જોવા મળે છે.

જન્માષ્ટમી પ્રસંગે ભરવાડ અને રબારીઓ દાંડિયારાસ ઢોલ અને શરણાઈ દ્વારા જ રાસ રમે છે.

4.) રાસડા | Rasada

રાસ માં નૃત્યનુ પ્રાધાન્ય હોય છે, જ્યારે રાસડામાં સંગીતનું

રાસડા મોટાભાગે સ્ત્રીઓ દ્વારા લેવા આવે છે.

સ્ત્રીઓમાં એક તાલીના અને ત્રણ તાળી ના રાસડા વધુ જાણીતા છે.

રાસડા માં સામાજિક વિષયન લાગતું ગીત હોય છે, આ Lok Nritya માં એક સ્ત્રી ગીત ગાય છે અને બીજી સ્ત્રીઓ આ ગીત ને પસાળથી ઝીલે છે.

રાસ અને ગરબી પુરુષપ્રધાન છે, જ્યારે રાસડા સ્ત્રીપ્રધાન છે.

5.) મેર લોકનૃત્ય | Mer Lok Nritya

સૌરાષ્ટ્રના મેર જાતિના લોકોનું નૃત્ય

મેર જાતિના લોકોનું લડાયક ખમીર અને બાહુબળ નું પ્રદર્શન આ લોકનૃત્ય દ્વારા થાય છે.

આ નૃત્ય માં માગણી ગતિ તાલ બધ્ધ અને શિસ્તબધ્ધ સિપાહી ની જેમ પગ ઉપડે છે.

મેર નૃત્યમાં દાંડિયા જાડા પરોણાના હોય છે.

આ માં વૃધ્ધો ફાવે તેમ મુક્ત રીતે નાચે છે તેને "ચાબખી" કહેવાય છે.

6.) હાલી Lok Nritya

આ લોકનૃત્ય સુરત અને તાપી જિલ્લાના "દુબળા જાતિ" ના લોકો કરે છે.

આ નૃત્યમાં બે ટુકડીઓ હોય છે,

એક પુરુષ અને એક સ્ત્રી એકબીજાની કમરે હાથ રાખી નૃત્ય કરે છે.

7.) ચાળો લોકનૃત્ય

ડાંગ વિસ્તારના આદિવાસીઓ નું lok nritya છે.

આ નૃત્યમાં 27 જાતના તાલ છે.

આમાં મોર, ચકલા, મરઘી, કાચબા જેવા પ્રાણી કે પક્ષીની નકલ નૃત્ય સ્વરૂપે દેખાડે છે.

  ચાળો નૃત્યમાં ડાંગી પુરુષો ગોળાકાર ઉભરાહે છે, તેમના ખભા પર બે સ્ત્રી એક એક પગ મૂકી ઊભી રહે છે.

થાપી, ઢોલક અને મંજીરના તળે નાચતા હોય છે.

8.) ધેરીયા લોકનૃત્ય ( ધેર Lok Nritya )

દક્ષિણ ગુજરાતનાં દુબળા આદિવાસી લોકોનું લોકનૃત્ય છે.

માતા કાલિકા અને અંબામાની શ્રધ્ધા હોય તે આ નૃત્ય કરે છે.

આ નૃત્યમાં પુરુષ સ્ત્રીઓના કપડાં પહેરે છે, પગ હાથ ગાળા માં ઘરેણાં પહેરે છે.કાનમાં ગલગોટા ના ફૂલ પહેરે છે.

કેડ પર ચામડાનો પત્તો પહેરી તેના પર પિત્તળની ઘૂઘરીઓ બાંધેલી હોય છે.

આ નૃત્યના પ્રથમ દિવસે મરઘનો ભોગ આપવામાં આવે છે, ભુવા કહે ત્યાં મરઘનું માથું દાટીને નૃત્ય કરવામાં આવે છે.

9.) તડવીઓનું ધેરીયા નૃત્ય

ગુજરાતનાં લોકનૃત્યમાનું એક તડવીઓનું ધેરીયા નૃત્ય છે.

ધેરીયા નૃત્ય પંચમહાલ, ભરુચ, નર્મદા, તાપી, સુરત જીલ્લામાં વસતા તડવીઓનું ખૂબ પ્રિય નૃત્ય ગણાય છે.

હોળીની રાખ ચોપડી જુવાનિયા ધેરીયા બને છે.

શરીરે ચુનાના ટપકા, ભોયરીંગણી ના માલા, લીંબડાના પાનનો ટોપો, નાની મોટી ઘાઘરી કેડે બાંધી ને વિવિધ વેશભૂષા ધારણ કરે છે.

કેટલાક પોતાનું મો કાળું કરી કાળીમાસી બને છે.

10.) તલવાર Gujarat Na Lok Nritya

પંચમહાલ અને દાહોદ જિલ્લાના આદિવાસી લોકો આ નૃત્ય કરે છે.

તલવાર થી યુધ્ધ કરતાં હોય તેવો ભાસ થાય છે.

યુધ્ધ આનો મુખ્ય પ્રસંગ છે.

માથે ફેંટો બાંધી શરીરે કાળી બંડી પહેરી, મોઢે બોકના બાંધીને તીણી ચિચિયારીઓ પડતાં હાથમાં ખુલ્લી તલવાર લઈ ને નૃત્ય કરે છે.

11.) શિકારા નૃત્ય

ધરમપુર વિસ્તારના આદિવાસીઓનું નૃત્ય છે.

શિકારની પ્રાચીન પ્રથમથી આ નૃત્ય ઉતારી આવ્યું છે.

પુરુષો હાથમાં તીર-કામઠા, ભલા લઈ ને શિકારે જતાં હોય તેમ હાકલા, પડકારા અને ઢોલ સાથે નૃત્ય કરે છે.

12.) માંડવા નૃત્ય

વડોદરા અને નર્મદા જિલ્લાના તડવી આદિવાસી ઓનું આ લોકનૃત્ય છે.

લોકો ગોળ કુંડાળું કરીને બેસે છે.

બેઠેલા પુરુષ પર પગ મુંકીને એક એક પુરુષ છત્રી કે રૂમાલ લઈ ને ઊભો રહે છે.

ઢોલના તળે બેઠેલા પુરુષ ઊભાથાય ત્યારે આખો માંડવો નૃત્ય કરતો લાગે છે.

13.) ટિપ્પણી નૃત્ય

ચોરવાડની કોળી સ્ત્રીઓ અને વેરાવળની ખારવણ બહેનો સાથે સંકળાયેલું છે.

ટિપ્પણી એક એવિ લાકડી છે જેના છેડે ચોરસ ક ગોળ લાકડાનો વજનવાળો ટુકડો લગાવેલ હોય છે.

ઘર બનાવટી વખતે પાયામાં નાખેલા ચુનાનાને ટીપવા ટિપ્પણીનો ઉપયોગ થાય છે.

મજૂર સ્ત્રીઓ આ કામ કરતી વખતે ટિપ્પણીને પછાડી અને તાલ સાથે નૃત્ય કરે છે.

14.) પઢાર નૃત્ય કે મંજીરા નૃત્ય ગુજરાતનાં લોકનૃત્ય

મંજીરા નૃત્ય નળકાંઠાના પઢારોનું છે.

હાથમાં મંજીરાં લઈને ગોલકરમાં નૃત્ય કરે છે.

કોઈ વાર પગ પોલા કરી બેસી ને હસેલા મારતા હોય એમ ટો કોઈ વાર ઘૂંટણ પર બેસી માજીરા વગાડે છે.

15.) ગોફગૂંથણ નૃત્ય

સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓ નું નૃત્ય છે.

આમાં સ્તંભ કે વૃક્ષ ની મદદ લેવામાં આવે છે.

આ ગુજરાતનાં લોકનૃત્ય માં સ્તંભ કે વૃક્ષા સાથે કડીમાં રંગીન કાપડની પટ્ટીઓ કે જાડી રંગીન દોરી બાંધેલી હોય છે.

કાપડની પટ્ટીનો બીજો છેડો નીચે ગોળાકારમાં ઉભેલા નૃત્યકારોના હાથમાં હોય છે, બીજા હાથમાં દાંડિયા હોય છે.

આ લોકનૃત્યમાં વ્યવસ્થિત ગોળ ફરવાથી દોરી વડે સુંદર ડિઝાઇન બને છે.

નૃત્યમાં કોળી અને કણબીની છટા, તરલતા અને વીજળી વેગ પ્રદર્શિત થાય છે.

16.) મેરાયો Gujarat Na Lok Nritya

મેરાયો નૃત્ય બનાસકાંઠાના વાવ તાલુકાનાં ઠાકોર કોમના લોકોનું લોકનૃત્ય છે.

સરખડ અને ઝૂઝાળી નામના ઊંચા ઘાસમાંથી મેરાયો બનાવાય છે.

આ ઝૂમખાને "નાગલી" કહેવાય છે.

નાગલીને એક લાકડીની આસપાસ ચોરસ લાકડાના આધારે લટકવામાં આવે છે.

તેના પર મોર, પોપટ બેસદય છે, અને દીવા કરાય છે.

ખુલ્લી તલવાર સાથે બે મેટિયર વચ્ચે દ્વંદ યુધ્ધ થાય છે, આ લડવૈયા એકબીજાને ભેટે છે.

"હૂડલા" ગવાય છે. હૂડલા એ બનાસકાંઠાનું શૌર્યગાન છે.

"સાંઢળી" અને "કાનુડો" નામના બે Gujarat Na Lok Nritya પણ પ્રસિધ્ધ છે.

17.) ધમાલ નૃત્ય | ગુજરાતનાં લોકનૃત્ય

આ નૃત્ય સીદીઓનું છે.

બીજા "મશીરાં નૃત્ય" નામે પણ ઓળખાય છે.

સીદી પ્રજા મૂળ આફ્રિકાની છે.

જે ગુજરાતમાં અમરેલી જિલ્લાના જાફરાબાદ પાસે "જંબૂર" ગામમાં વસેલા છે.

આ ગામમાં 600+ સીદી લોકો રહે છે, જેને સૌરાષ્ટ્રના આફ્રિકા તરીકે ઓળખવામાં આવે છે.

આફ્રિકાના "ગિલ નૃત્ય" નું સ્વરૂપ જોવા મળે છે.

નાળિયેરની કાચલીમાં કોડી અને લીલું કપડું લગાવી ગોઠવે છે, જેને "મશીરા" કહેવાય છે.

વગાડવામાં આવતા મોટા ઢોલ ને "મુશિરા" , નાની ઢોલકીને "ધમાલ" અને સ્ત્રીઓના વાજિંત્રો ને "સેલાની" ( માયામિસર ) કહેવાય છે.

18.) જાગ લોકનૃત્ય | Gujarat Na Lok Nritya

અમદાવાદ, રાધનપુર, બનાસકાંઠા, ગાંધીનગર વિસ્તારમાં ઠાકોરો, રાજપુતો અને પાટીદાર વગેરે કોમની બહેનો દ્વારા આ નૃત્ય થાય છે.

19.) હીંચ લોકનૃત્ય

ભાલ અને કાઠીયાવાડમાં ગાગરની હીંચ ખૂબ જાણીતી છે.

કચ્છની કોળણો ( કોળી સ્ત્રીઓ ), વાઢિયારની રજપૂતાણીઓ હાથમાં ગાગર લઈ હીંચ રમે છે.

કોડીનાર બાજુની સ્ત્રીઓ માથે સાત બેડાની હેલ લઈને હીંચ લે છે.

20.) ઠાગા Lok Nritya

ઉત્તર ગુજરાતનાં ઠાકોરોનું લોકનૃત્ય છે.

ગાળામાં હાંસડી, કાનમાં મરકી, પગમાં તોડો અને હાથમાં ઉઘાડી તલવાર લઈને જીવન મોતનો સંગ્રામ ખેલતા હોય તેમ નૃત્ય કરે છે.

21.) ઢોલો રાણો | Gujarat Na Lok Nritya

ગોહિલાવડ વિસ્તારના કોળી દ્વારા આ લોકનૃત્ય થાય છે.

પાક ખળામાં આવે ત્યારે હાથમાં સુપડા, સંભેલા, સાવરણા વગેરે લઈ ને ઊપણતા- ખંચેરતા આ ગીતો ગાય છે અને નૃત્ય કરે છે.

22.) અશ્વ નૃત્ય | ગુજરાતનાં લોકનૃત્ય

ઉત્તર ગુજરાતનાં કોળીઓનું લોકનૃત્ય છે.

કારતક માસની પૂનમના દિવસે કરવામાં આવે છે.

આમાં શૌર્યરસનું વર્ણન કરવામાં આવે છે.

ગામના કોળી પુરુષો હાથમાં તલવાર લઈ ગામના પાદરે પોતાના ઘોડા દોડાવે છે.

23.) વણઝારાનું હોળી નૃત્ય

હોળી તહેવાર પર ગુજરાતમાં વસતા મરવાદીઓ આ નૃત્ય કરે છે.

પુરુષ ખભે મોટું ચંગ મૂકી વગાડે છે, અને સ્ત્રીઓ હાથમાં રૂમાલ લઈ ઢારવો લે છે.

24.) રૂમાલ નૃત્ય | ગુજરાતનાં લોકનૃત્ય

મહેસાણા જિલ્લાના ઠાકોરો સાથે સંકળાયેલું છે.

હોળી અને મેળા ના પ્રસંગે હાથમાં રૂમાલ રાખીને કરવામાં આવે છે.

25.) મરચી નૃત્ય | Gujarat Na Lok Nritya

તુરી સમાજની બહેનોનું લોકનૃત્ય છે. ( Gujarat Na Lok Nritya )

આ નૃત્ય ટાળી પડ્યા વિના આંગળીઓ અને અંગચેષ્ટાઓ વડે થાય છે.

26.) તૂર નૃત્ય

દક્ષિણ ગુજરાતનાં હળપતિઓનું તૂર નૃત્ય જાણીતું છે.

તૂર વાદ્ય ઊંટના ચામડાથી મઢેલું માટીનું બનાવેલ નળાકાર છે.

એકબીજાની કામરે હાથ રાખી લાકડી વડે કંસની થાળી અને તૂર ના અવાજ સાથે વિવિધ ચાળાઓમાં આ નૃત્ય કરે છે.

નૃત્ય વખતે બીડી પિતા કે તમાકુ ચાવતા જોવા મળે છે.

27.) આલેણી - હલેણી ગુજરાતનાં લોકનૃત્ય

તડવી જાતિની આદિવાસી કન્યાઓનું લોકનૃત્ય છે.

વસંતઋતુના આગમનને વધાવવા આ નૃત્ય કરવામાં આવે છે.

એકબીજાની કેડે હાથના કંદોરા કરી આ નૃત્ય કરવામાં આવે છે.

આ આર્ટીકલ પણ વાંચો :

ગુજરાતનાં પર્વતો અને શિખરો.

અન્ય કેટલાક ગુજરાતનાં લોકનૃત્ય | Gujarat Na Lok Nritya

બીજા પણ ઘણા ગુજરાતનાં લોકનૃત્ય જાણીતા છે આ ગુજરાતનાં લોકનૃત્ય ને નીચે આપેલ છે. 

નૃત્ય વિસ્તાર/ખાસિયત
ડુંગરદેવ નૃત્ય ડાંગના આદિવાસીઓનું
ડિંડૂલી લોકનૃત્ય તાપી જિલ્લાના કુકુરમુંડા તાલુકાનું
છેલિયા - છેલૈયા Lok Nritya અંકલેશ્વર, રાજપીપળા, ઝગડિયા વિસ્તારમાં લગ્ન સમયે થતું નૃત્ય
ગામિત લોકનૃત્ય સુરત અને તાપી જિલ્લાનું લોકનૃત્ય
ડેરા નૃત્ય ડાંગની વારલી બહેનોનું, વાઘબારસ ના દિવસે કરાય છે.
ભાયા લોકનૃત્ય માગશર માસ માં ડાંગ જીલ્લામાં ડુંગરદેવની પુજા માટે થતું લોકનૃત્ય
ઠાકરિયા ડાંગ જિલ્લામાં
રમલી લોકનૃત્ય ડાંગ અને વલસાડ માં લગ્ન પ્રસંગે
આગવા લોકનૃત્ય ભરુચ જિલ્લાના નરમદના કાંઠાના લોકો દ્વારા, પુરુષો લાકડીના એક છેડે ઘૂઘરી બાંધી લાકડીનો એક છેડો હાથમાં રાખી લોકનૃત્ય કરે છે.
કાકડા Lok Nritya બળિયા દેવાની બધા માટે થાય છે.

ગુજરાતનાં લોકનૃત્ય ની આપવામાં આવેલ માહિતી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબજ ઉપયોગી બની રહેશે. Gujarat Na Lok Nritya અંગેનો તમારો ખ્યાલ સ્પસ્ટ થયો હશે.

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!