NEET/JEE/GUJCET કોચિંગ ક્લાસ સહાય યોજના | NEET/JEE/GUJCET Coaching Class Sahay Yojana

Coaching Class Sahay Yojana : નમસ્કાર વિધ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ 10 પાસ વિધ્યાર્થી જો 11th માં Science પસંદ કરે છે. તો તેને સરકાર દ્વારા કોચિંગ ક્લાસ સહાય યોજના દ્વારા 20000/- ની સહાય મળવા પાત્ર છે.
આ યોજના E Samaj Kalyan, Gandhinagar દ્વારા લાગુ કરવામાં આવેલ છે.
NEET/JEE/GUJCET કોચિંગ ક્લાસ સહાય યોજના | NEET/JEE/GUJCET Coaching Class Sahay Yojana
Coaching Class Sahay Yojana


NEET/JEE/GUJCET કોચિંગ ક્લાસ સહાય યોજના | NEET/JEE/GUJCET Coaching Class Sahay Yojana

NEET Coaching Class Sahay Yojana | JEE Coaching Class Sahay Yojana | GUJCET Coaching Class Sahay Yojana

Coaching Class Sahay Yojana નો હેતુ

કોચિંગ ક્લાસ સહાય યોજના અંતર્ગત ધોરણ 10 પાસ કરેલ વિદ્યાર્થીને Yojana નો લાભ મળવા પાત્ર છે.
આ યોજના નો મુખ્ય હેતુ વિદ્યાર્થીને વિજ્ઞાન પ્રવાહ માં આગળ વધવા તેમજ NEET, JEE અને GUJCET જેવી પરિક્ષાની તૈયારીમાં આર્થિક રીતે સહાય કરવાનો છે.
કોઈ વિદ્યાર્થી નાણાકીય પરિસ્થિતી ને કારણે Coaching Class થી વંચિત ન રહે તે હેતુથી સરકાર દ્વારા Coaching Class Sahay Yojana શરૂ કરવામાં આવેલ છે.
કોઈ વિદ્યાર્થીનો અભ્યાસ નાણાકીય પરિસ્થિતી ના કારણે ન અટકે તે હેતુથી આ યોજના લાગુ કરેલ છે.

Coaching Class Sahay Yojana નો લાભ કોણ લઈ શકે.

કોચિંગ ક્લાસ સહાય યોજના નો લાભ લેવા માટે તમે નીચે પ્રમાણે લાયકાત ધરાવતા હોવા જોઈએ.
  • વિદ્યાર્થીએ ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ.
  • ધોરણ 10માં 70% કરતાં વધારે ટકાવારી આવેલ હોવી જોઈએ.
  • વિદ્યાર્થી ધોરણ 11 માં વિજ્ઞાન પ્રવાહ માં ભણતો હોવો જોઈએ.
  • JEE, NEET કે GUJCET જેવી પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થી આ યોજનાનો લાભ લઈ શકે.
  • આ યોજના માટે આવક મર્યાદા નક્કી કરેલ નથી.
  • Coaching Class Sahay Yojana અંતર્ગત અનુસુચિત જાતિ ના વિદ્યાર્થી લાભ લઈ શકે છે. 

કોચિંગ ક્લાસ સહાય યોજના માં મળતી સહાય

Coaching Class Sahay Yojana દ્વારા વિદ્યાર્થીને JEE, NEET કે GUJCET ની પૂર્વતૈયારીના ભાગ સ્વરૂપે રોકડ સહાય આપવામાં આવે છે.
  • સહાય ની રકમ : 20,000/- ( વધુમાં વધુ )

Coaching Class Sahay Yojana ક્યારથી અમલમાં છે ?

કોચિંગ ક્લાસ સહાય યોજના વિદ્યાર્થીના હિત માટે ઘણા વર્ષોથી અમલમાં આવેલ છે.
  • યોજના શરૂ થયાનું વર્ષ : વર્ષ ૨૦૧૪-૧૫

Coaching Class Sahay Yojana ના નિયમો અને શરતો

આ yojana દ્વારા વિદ્યાર્થીને કોચિંગ ક્લાસ માટે સહાય કરવા માં આવેછે પરંતુ તેના કેટલાક નિયમો અને શરતો નીચે પ્રમાણે છે.

  • યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • ઓનલાઇન અરજી કર્યા બાદ સબંધિત નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી દ્રારા જે વિદ્યાર્થીને ઓનલાઇન મંજુરી આપવામાં આવશે.
  • વિદ્યાર્થીઓને તાલીમ પૂર્ણ થયા બાદ ચૂકવણું કરવામાં આવશે

Coaching Class Sahay Yojana માટે સંસ્થાની પસંદગી

વિદ્યાર્થી જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે નીચે મુજબની હોવી જોઇએ
  • સંસ્થા ત્રણ વર્ષ કરતાં વધારે અનુભવ ધરાવતી હોવી જોઇએ.
  • સંસ્થા GST નંબર/ પાનકાર્ડ ધરાવતી હોવી જોઇએ
  • સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની હાજરી માટે બાયોમેટ્રીક (ફીંગર પ્રિન્ટ) મશીન હોવું જોઇએ.
🔷 તાલીમ આપતી સંસ્થાની નોંધણી નીચેના પૈકી કોઈપણ એક અધિનિયમ હેઠળ થયેલ હોવી જોઈ
  • એમુંબઈ જાહેર ટ્રસ્ટ અધિનિયમ, ૧૯૫૦
  • કંપની અધિનિયમ, ૧૯૫૬
  • શોપ એન્‍ડ એસ્ટાબ્લિશમેન્‍ટ એક્ટ, ૧૯૪૮ (દુકાનો અને સંસ્થાઓના અધિનિયમ, ૧૯૪૮)

Coaching Class Sahay Yojana માટે સંસ્થાની કામગીરી

જે સંસ્થામાં વિદ્યાર્થી પ્રવેશ મેળવેશે તે સંસ્થા દ્વારા વિદ્યાર્થી સહાય માટે નીચેની કામગીરી કરવાની રહેશે.
  • તાલીમ મેળવ્યા બાદ વિદ્યાર્થીએ પોતે કઈ કઈ પરીક્ષા આપી તેની વિગતો સંબંધિત નાયબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણને સમયાંતરે મોકલવાની રહેશે.

Coaching Class Sahay Yojana માટે જરૂરી ડોક્યુમેન્‍ટ

  • અરજદારનું આધાર કાર્ડ
  • અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • એસ.એસ.સી. અથવા એ થી આગળ કરેલ અભ્યાસની તમામ માર્કશીટ
  • ધોરણ- ૧૨ માં જે તે શાળામાં અભ્યાસ કરતાં હોય તે અંગેનું પ્રમાણ પત્ર (બોનાફાઇડ) :
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
  • જે સંસ્થામાં એડમિશન લેવાનું હોય તે સંસ્થાનો બોર્ડ દર્શાવતો ફોટો
  • જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે સંસ્થાનું નિયત પ્રમાણ પત્ર

કોચિંગ ક્લાસ સહાય યોજના માટે જરૂરી લિન્ક ની યાદી

અહી, Coaching Class Sahay Yojana નો લાભ લેવા અહી નીચે કેટલીક લિન્ક અહી આપેલ છે.
1. અરજી ફોર્મ અહીથી ડાઉનલોડ કરો. : ક્લિક કરો.
2. તાલીમ આપતી સંસ્થા દ્વારા આપવાનું પ્રમાણ પાત્ર : ક્લિક કરો.

અન્ય યોજના વિશે પણ વાંચો

KISHAN BAVALIYA દ્વારા આપવામાં આવેલ NEET/JEE/GUJCET Coaching Class Sahay Yojana [ કોચિંગ ક્લાસ સહાય યોજના ] અંગેની સંપૂર્ણ સમજ આપણે મળી હશે. અન્ય કોઈ માહિતી માટે નીચે કમેંટ બોક્સ માં કમેંટ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!