ધોરણ 8 વિજ્ઞાન પાઠ 8 બળ અને દબાણ સમજૂતી
This GSEB Class 8 Science Notes Chapter 8 બળ અને દબાણ covers all the important topics and concepts as mentioned in the chapter. ધોરણ 8 વિજ્ઞાન પાઠ 8 બળ અને દબાણ સમજૂતીબળ અને દબાણ સમજૂતી ધોરણ 8 વિજ્ઞાન
→ બળની માત્રાને તેના મૂલ્ય વડે દર્શાવવામાં આવે છે.
→ બળની સંજ્ઞા ” છે અને તેનો SI એકમ ન્યૂટન (N) છે.
→ જ્યારે બે બળો એક પદાર્થ પર પરસ્પર વિરુદ્ધ દિશામાંથી લાગે છે ત્યારે પરિણામી બળ એ બંને બળોના તફાવત જેટલું હોય છે અને તેની દિશા મોટા બળની દિશામાં હોય છે.
→ જ્યારે બે બળો એક પદાર્થ પર એક જ દિશામાં લાગે છે ત્યારે પરિણામી બળ એ બંને બળોના સરવાળા જેટલું હોય છે અને તેની દિશા કોઈ પણ એક બળની દિશામાં હોય છે.
→ જ્યારે બળનું મૂલ્ય અને / અથવા દિશા બદલાય છે ત્યારે તેની અસર બદલાય છે.
→ પદાર્થની જે અવસ્થા તેની ઝડપ અને / અથવા ગતિની દિશા વડે વર્ણવવામાં આવે છે તેને પદાર્થની ગતિની અવસ્થા કહે છે.
→ જ્યારે પદાર્થ પર બળ લાગે છે ત્યારે તેની ગતિની અવસ્થા બદલાય છે.
→ જો પદાર્થ પર લાગતું બળ તેની ગતિની દિશામાં હોય, તો તેની ઝડપમાં વધારો થાય છે.
→ જો પદાર્થ પર લાગતું બળ તેની ગતિની વિરુદ્ધ દિશામાં હોય, તો તેની ઝડપમાં ઘટાડો થાય છે.
→ વસ્તુ જ્યારે ગતિ કરવા માટે મુક્ત ન હોય ત્યારે તેના પર લાગતું બળ માત્ર તેનો આકાર બદલે છે.
→ બળો મુખ્યત્વે બે પ્રકારના હોય છે
- સંપર્ક બળ અને
- અસંપર્ક બળ.
→ જ્યારે બે કે વધારે પદાર્થો એકબીજાના ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળને સંપર્ક બળ કહે છે.
- દા. ત, સ્નાયુબળ, ઘર્ષણબળ, યાંત્રિક બળ વગેરે.
→ શરીરના સ્નાયુઓ વડે લાગતાં બળને સ્નાયુબળ કહે છે.
→ જ્યારે બે પદાર્થો એકબીજાના સંપર્કમાં હોય ત્યારે તેમની સંપર્ક સપાટી પર પ્રવર્તતું બળ જે પદાર્થની ગતિનો વિરોધ કરે છે તેને ઘર્ષણબળ કહે
→ કોઈ મશીન (યંત્ર) વડે લાગતાં બળને યાંત્રિક બળ કહે છે.
→ વસ્તુનો કોઈ બીજી વસ્તુ સાથે ભૌતિક સંપર્ક ન હોય ત્યારે તેના પર દૂરથી લાગતાં બળને અસંપર્ક (બિનસંપર્ક) બળ કહે છે.
- દા. ત., ચુંબકીય બળ, સ્થિત વિદ્યુતબળ, ગુરુત્વાકર્ષણ બળ વગેરે.
→ ચુંબકીય પદાર્થ – ચુંબક વડે બીજા ચુંબકીય પદાર્થ પર લાગતાં બળને ચુંબકીય બળ કહે છે.
→ વિદ્યુતભારિત વસ્તુ વડે બીજી વિદ્યુતભારિત વિદ્યુતભારવિહીન વસ્તુ પર લાગતાં બળને સ્થિત વિદ્યુતબળ કહે છે.
→ દરેક પદાર્થ બીજા પદાર્થોને પોતાની તરફ આકર્ષે છે. (ખેંચે છે.) આ ખેંચાણબળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. પૃથ્વી દ્વારા લાગતા ગુરુત્વાકર્ષણ બળને ગુરુત્વ કહે છે.
→ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા (લંબ) બળને દબાણ કહે છે. દબાણનો SI એકમ ન્યૂટન ન્યૂટન મીટર 2(Nm2) અથવા પાસ્કલ (pascal) છે.
→ દબાકી (P) = બળ (F) જે સપાટી (પૃ્ઠ) પર લાગતું હોય તેનું ક્ષેત્રફફળ (A)
→ જે સપાટી પર બળ લાગતું હોય તેનું જો ક્ષેત્રફળ ઘટે તો દબાણ વધે છે અને જો ક્ષેત્રફળ વધે તો દબાણ ઘટે છે.
→ પ્રવાહીઓ નિશ્ચિત આકાર ધરાવતાં નથી, તેમના વડે ઉદ્ભવતું દબાણ તેમના પ્રવાહી-સ્તંભની ઊંડાઈ પર આધારિત છે.
→ પ્રવાહી અને વાયુ બંને પાત્રના તળિયા પર અને પાત્રની દીવાલો પર દબાણ લગાડે છે.
→ પૃથ્વીની આસપાસ રહેલા હવાના આવરણને વાતાવરણ કહે છે.
→ વાતાવરણ વડે કોઈ પદાર્થ પર લાગતાં દબાણને વાતાવરણનું દબાણ
→ વાતાવરણનું દબાણ (Atmospheric Pressure) : પૃથ્વીની આસપાસ રહેલા હવાના આવરણને વાતાવરણ કહે છે અને તેના દ્વારા લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહે છે.
→ સંપર્ક બળ (Contact Force) : જ્યારે બે કે વધારે પદાર્થો એકબીજાના સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતાં બળને સંપર્ક બળ કહે છે.
→ સ્થિત વિદ્યુતબળ (Electrostatic Force) : વિદ્યુતભારિત વસ્તુ વડે બીજી વિદ્યુતભારિત વિદ્યુતભારરહિત વસ્તુ પર લાગતાં બળને સ્થિત વિદ્યુતબળ કહે છે.
→ બળ (Force) : બળ એટલે ધક્કો કે ખેંચાણ.
→ ઘર્ષણ (Friction) : બે વસ્તુનું અરસપરસ ઘસાવું
→ ગુરુત્વાકર્ષી બળ (Gravitational Force) : દરેક પદાર્થ બીજા પદાર્થોને પોતાની તરફ આકર્ષે છે (ખેચે છે). આ ખેંચાણબળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે.
→ ગુરુત્વ (Gravity) પૃથ્વી દ્વારા લાગતા ગુરુત્વાકર્ષણ બળને ગુરુત્વ કહે છે.
→ ચુંબકીય બળ (Magnetic Force): ચુંબક વડે બીજા ચુંબકીય પદાર્થ પર લાગતાં બળને ચુંબકીય બળ કહે છે.
→ સ્નાયુબળ (Mascular Force) : શરીરના સ્નાયુઓ વડે લાગતાં બળને સ્નાયુબળ કહે છે.
→ અસંપર્ક બળ (Non-contact Force) : વસ્તુનો કોઈ બીજી વસ્તુ સાથે ભૌતિક સંપર્ક ન હોય ત્યારે તેના પર દૂરથી લાગતાં બળને અસંપર્ક (બિનસંપર્ક) બળ કહે છે.
→ દબાણ (Pressure) : એકમ ક્ષેત્રફળ દીઠ (લંબરૂપે) લાગતા બળને દબાણ કહે છે.
→ ખેંચવું (Pull) : જે બળ છે તે જ્યારે પદાર્થને ખેંચવામાં આવે ત્યારે લાગે છે.
→ ધક્કો (Push) : જે બળ છે તે જ્યારે પદાર્થને ફટકારવામાં કે ખસેડવામાં કે ધકેલવામાં આવે ત્યારે લાગે છે.