ધોરણ 8 વિજ્ઞાન પાઠ 9 ઘર્ષણ સમજૂતી | Class 8 Science Notes Chapter 9 ઘર્ષણ

This GSEB Class 8 Science Notes Chapter 9 ઘર્ષણ covers all the important topics and concepts as mentioned in the chapter. ધોરણ 8 વિજ્ઞાન પાઠ 9 ઘર્ષણ સમજૂતી

ઘર્ષણ Class 8 GSEB Notes : ધોરણ 8 વિજ્ઞાન પાઠ 9 ઘર્ષણ સમજૂતી

class-8-science-notes-chapter-9


→ ઘર્ષણ ભૌતિક સંપર્કમાં રાખેલી બે સપાટીઓ વચ્ચેની સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે તે બંને સપાટીઓ પર લાગે છે.

→ ઘર્ષણબળ હંમેશાં લગાડેલાં બળનો વિરોધ કરે છે.

→ સ્પ્રિંગકાંટા વડે વસ્તુ પર લાગતાં બળનું માપન કરી શકાય છે.

→ ઘર્ષણનું કારણ સંપર્કમાં રહેલી બે સપાટીઓની સૂક્ષ્મ અનિયમિતતાઓ છે.

→ ઘર્ષણ સંપર્કમાં રહેલી બે સપાટીઓની દ્રવ્યની જાત (જેમ કે, લાકડા પર લોખંડ, ક્રોંક્રિટ પર રબર વગેરે) પર આધારિત છે.

→ આપેલ સપાટીઓની જોડ માટે ઘર્ષણ આ સપાટીઓના લીલાપણા પર પણ આધાર રાખે છે.→ બે સપાટીઓ એકબીજીને કેટલા બળથી દબાવે છે તે બાબત પર ઘર્ષણ આધાર રાખે છે.

→ ભૌતિક સંપર્કમાં રહેલી વસ્તુ અને કોઈ સપાટીમાંથી વસ્તુને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેનું જરૂરી બળ એ સ્થિત ઘર્ષણબળનું માપ છે.

→ વસ્તુ જ્યારે કોઈ સપાટી પર (અચળ ઝડપથી) સરકતી હોય ત્યારે તેની અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવા માટેનું જરૂરી બળ એ સરકતા ઘર્ષણનું માપ છે.

→ જ્યારે કોઈ વસ્તુ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટણ ઘર્ષણ કહે છે.

→ (સ્થિત-સ્ટેટિક ઘર્ષણ) > (સરકતું-લાઇડિંગ ઘર્ષણ) > (લોટણ-રોલિંગ ઘર્ષણ)

→ ઘર્ષણ ક્યારેક ઇચ્છનીય હોય છે અને ક્યારેક અનિચ્છનીય હોય છે.

→ કોઈ સપાટીને ખરબચડી બનાવીને ઘર્ષણ વધારી શકાય છે.

→ પગરખાંનાં તળિયાં (sole) અને વાહનોનાં ટાયરને ઘર્ષણ વધારવા માટે ખાંચાવાળાં બનાવવામાં આવે છે.

→ ઊંજણનો ઉપયોગ કરીને ઘર્ષણ ઘટાડી શકાય છે.

→ જે મશીનોમાં ઊંજણ તરીકે તેલનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે ત્યારે તેના ગતિશીલ ભાગો વચ્ચે હવાના સ્તરનો ઉપયોગ કરવામાં આવે છે.

→ લોટણ ઘર્ષણ, સરકતાં ઘર્ષણ કરતાં ઓછું હોય છે.

→ બૉલબેરિંગ સરકતાં ઘર્ષણને લોટણ ઘર્ષણમાં ફેરવે છે.

→ ઘણાં મશીનોમાં બૉલબેરિંગનો ઉપયોગ કરીને ઘર્ષણ ઘટાડી શકાય છે.

→ જે વહી શકે તેને તરલ કહે છે. વાયુ અને પ્રવાહી બંનેનું સામાન્ય નામ તરલ છે.

→ તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતાં ઘર્ષણબળને ઘસડાવું (drag) કહે છે.

→ તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતું ઘર્ષણબળ (1) વસ્તુની તરલની સાપેક્ષે ઝડપ (2) વસ્તુના આકાર અને (3) તરલના પ્રકાર પર આધાર રાખે છે.

→ તરલમાં ગતિ કરતી વસ્તુ પર ડ્રેગ લાગવાને લીધે તેની ઊર્જાનો વ્યય થાય છે. વસ્તુની ઊર્જાનો વ્યય શક્ય તેટલો ઓછો થાય એટલા માટે ઘર્ષણ ઘટાડવાના એક પ્રયત્નમાં તેને વિશિષ્ટ આકાર આપવામાં આવે છે, જેને ધારાખી (સુવાહી) આકાર કહે છે.

→ બૉલબેરિંગ (Ball Bearing): સ્ટીલ બૉલ્સને ધાતુની બે રિંગોની અંદર બંધ બેસે તેમ ગોઠવતાં બનતી રચના

→ ઘસડાવું (Drag): તરલમાં ગતિ કરતી વસ્તુઓ પર લાગતું ઘર્ષણબળ

→ તરલ ઘર્ષણ (Fluid Fiction): તરલમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર લાગતું ઘર્ષણ (અવરોધતું બળ)

→ ઘર્ષણ (action): ભૌતિક સંપર્કમાં રાખેલી બે સપાટીઓ વચ્ચેની સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે, તેને ઘર્ષણ કહે છે.

→ જોડાણ (Interlocking) : બે સપાટીઓની સૂક્ષ્મ અનિયમિતતાઓ ટેકરાઓ ખાડાઓનું એકબીજામાં ભરાઈ જવાથી થતું કોલ્ડ વેલ્ડિંગ

→ ઊંજણ (Lubricants) : ઘર્ષણ ઓછું કરવા વપરાતાં પદાર્થો

→ લોટણ ઘર્ષણ (Rolling action): જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટણ ઘર્ષણ કહે છે.

→ સરકતું ઘર્ષણ (sliding Praction): જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ પર સરકતી હોય (ગતિમાં હોય) ત્યારે પ્રવર્તતું ઘર્ષણ

→ સ્થિત ઘર્ષણ (Static action): જ્યારે એક વસ્તુને બીજી વસ્તુની સપાટી પર સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે પ્રવર્તતું ઘર્ષણ


ધોરણ 8 વિજ્ઞાન પાઠ 9 ઘર્ષણ સમજૂતી

Also Read Class 8 Science સમજૂતી

Also Read Class 8 Science Important Questions

Also Read Class 8 Science Swadhyay Solution

Conclusion: Class 8 Science Notes Chapter 9 ઘર્ષણ Gujarati Medium

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ધોરણ 8 વિજ્ઞાન પાઠ 9 ઘર્ષણ સમજૂતી ( Class 8 Science Notes Chapter 9 ઘર્ષણ in Gujarati Medium ) વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહેધોરણ 8 વિજ્ઞાન પાઠ 9 ઘર્ષણ સમજૂતી


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!