ધોરણ 8 વિજ્ઞાન પાઠ 9 ઘર્ષણ સ્વાધ્યાય સોલ્યુશન : Swadhyay Solution Class 8 Science Chapter 9 ઘર્ષણ

Swadhyay Solutions Class 8 Science Chapter 9 ઘર્ષણ Textbook Questions and Answers, Notes Pdf.
ઘર્ષણ Class 8 GSEB Solutions Science Chapter 9. ધોરણ 8 વિજ્ઞાન પાઠ 9 ઘર્ષણ સ્વાધ્યાય સોલ્યુશન

ધોરણ 8 વિજ્ઞાન પાઠ 9 ઘર્ષણ સ્વાધ્યાય સોલ્યુશન: GSEB Class 8 Science ઘર્ષણ Swadhyay Solution


class-8-science-chapter-9-ઘર્ષણ-swadhyay-solutions



પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રસ્નોત્તર



પ્રશ્ન 1.  ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1. ઘર્ષણ એકબીજાના સંપર્કમાં રાખેલી બે વસ્તુઓની સપાટીની વચ્ચે ………. નો વિરોધ કરે છે.
ઉત્તરઃ  સાપેક્ષ ગતિ

પ્રશ્ન 2. ઘર્ષણ સપાટીઓના ………. પર આધાર રાખે છે.
ઉત્તરઃ પ્રકાર

પ્રશ્ન 3.
ઘર્ષણ …….. ઉત્પન્ન કરે છે.
ઉત્તરઃ ઉખા

પ્રશ્ન 4. કેરમબોર્ડ પર પાઉડર છાંટવાથી ઘર્ષણ થઈ જાય છે.
ઉત્તરઃ ઓછું

પ્રશ્ન 5. સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં હોય છે.
ઉત્તરઃ ઓછું

પ્રશ્ન 2. ચાર બાળકોને લોટણ, સ્થિત અને સરકતા ઘર્ષણને કારણે લાગતાં બળોને ઘટતા ક્રમમાં ગોઠવવાનું કહેવામાં આવ્યું. આ ગોઠવણ નીચે આપેલ છે. સાચી ગોઠવણ પસંદ કરોઃ
  • A. લોટણ, સ્થિત, સરકતું
  • B. લોટણ, સરકતું, સ્થિત
  • C. સ્થિત, સરકતું, લોટણ
  • D. સરકતું, સ્થિત, લોટણ
ઉત્તરઃ C. સ્થિત, સરકતું, લોટણ

પ્રશ્ન 3. આલિદા પોતાની રમકડાંની કારને આરસના સૂકા ભોંયતળિયા પર, આરસના ભીના ભોંયતળિયા પર, ભોંયતળિયા પર બીછાવેલા સમાચારપત્ર અને ટુવાલ પર ચલાવે છે, તો કાર પર જુદી જુદી સપાટી દ્વારા લાગતા ઘર્ષણબળનો ચડતો ક્રમ કયો હશે?
  • A. આરસનું ભીનું ભોંયતળિયું, આરસનું સૂકું ભોંયતળિયું, સમાચારપત્ર, ટુવાલ
  • B. સમાચારપત્ર, ટુવાલ, આરસનું સૂકું ભોંયતળિયું, આરસનું ભીનું ભોંયતળિયું
  • C. ટુવાલ, સમાચારપત્ર, આરસનું સૂકું ભોંયતળિયું, આરસનું ભીનું ભોંયતળિયું
  • D. આરસનું ભીનું ભોંયતળિયું, આરસનું સૂકું ભોંયતળિયું, ટુવાલ, સમાચારપત્ર
ઉત્તરઃ A. આરસનું ભીનું ભોંયતળિયું, આરસનું સૂકું ભોંયતળિયું, સમાચારપત્ર, ટુવાલ

પ્રશ્ન 4. ધારો કે તમે લખવાના ડેસ્ક(desk)ને થોડું નમાવો છો. તેના પર મૂકેલું કોઈ પુસ્તક નીચે તરફ સરકવાનું શરૂ કરે છે. તેના પર લાગતા ઘર્ષણબળની દિશા દર્શાવો.
ઉત્તર: પુસ્તક નમેલા ડેસ્ક પર નીચેની તરફ સરકે છે, તેથી તેના પર લાગતું ઘર્ષણબળ ઢાળની સપાટીને સમાંતર ઉપરની તરફ છે.

પ્રશ્ન 5. તમે સાબુના પાણીથી ભરેલી બાલદી આકસ્મિક રીતે આરસના ભોંયતળિયા પર ઢોળો છો. આ ભીના ભોંયતળિયા પર તમારા માટે ચાલવું સરળ હશે કે મુશ્કેલ? શા માટે?
ઉત્તરઃ સાબુના પાણી વડે ભીના થયેલા આરસના ભોંયતળિયા પર ચાલવું મુશ્કેલ છે, કારણ કે સાબુનું પાણી આરસની સપાટીને વધુ લીસી બનાવે છે. પરિણામે ઘર્ષણ ઘટી જાય છે અને આપણા પગ આરસ સાથે યોગ્ય પકડ જાળવી શક્તા નથી. તેથી આપણે લપસી પડીએ છીએ.

પ્રશ્ન 6. રમતવીરો ખીલીઓવાળા બૂટ (spike) કેમ પહેરે છે? સમજાવો.
ઉત્તરઃ ખીલીઓવાળા બૂટ પહેરવાથી જમીન સાથેની બૂટની પકડ મજબૂત થાય છે એટલે કે બૂટ અને જમીન વચ્ચેનું ઘર્ષણબળ વધી જાય છે. તેથી રમતી વખતે કે દોડતી વખતે રમતવીર જમીન પર લપસી પડતો નથી.

પ્રશ્ન 7. ઈકબાલને એક હલકા બૉક્સને ધક્કો મારવો છે અને સીમાને તે જ ભોંયતળિયા પર એક ભારે બૉક્સને ધક્કો મારવો છે. કોણે વધારે બળ લગાડવું પડશે અને શા માટે?
ઉત્તર: સીમાને વધારે બળ લગાડવું પડશે, કારણ કે ભારે બૉક્સનું વજન (બળ) વધુ હોય છે તેથી તે વધુ જોરથી ભોંયતળિયાને દબાવે છે, એટલે કે ભોંયતળિયા પર વધુ દબાણ લગાડે છે, જેના લીધે વધુ ઘર્ષણ ઉદ્ભવે છે. તેથી સીમાને ભારે બૉક્સને ધક્કો મારવા માટે વધુ બળ લગાડવું પડશે.

પ્રશ્ન 8. સમજાવોઃ સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું શા માટે હોય છે?
ઉત્તરઃ વસ્તુને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેનું જરૂરી બળ એ સ્થિત ઘર્ષણબળનું માપ છે. જ્યારે, વસ્તુની અચળ ઝડપી ગતિ ચાલુ રાખવા માટેનું જરૂરી , બળ એ સરકતા ઘર્ષણનું માપ છે.
બે સપાટીઓના ખરબચડા ભાગોના જોડાણ(interlocking)ને કારણે ઘર્ષણ લાગે છે

હવે, સ્થિત ઘર્ષણના કિસ્સામાં બે સપાટીઓ વચ્ચેનું જોડાણ (interlocking) ખૂબ જ મજબૂત હોય છે પણ સરક્તા ઘર્ષણના કિસ્સામાં કોઈ વસ્તુ અથવા સપાટી પરના સંપર્ક બિંદુઓને બીજી (ભોંયતળિયાની) સપાટીના સંપર્ક બિંદુઓમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી. તેથી સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે.

પ્રશ્ન 9.
 દર્શાવો કે કેવી રીતે ઘર્ષણ મિત્ર અને શત્રુ બને છે.
ઉત્તરઃ ઘર્ષણ મિત્ર છે. ઘર્ષણના ફાયદા નીચે મુજબ છે :
  • ઘર્ષણને લીધે રસ્તા પર સરળતાથી ચાલી શકાય છે.
  • ઘર્ષણને લીધે બ્લેકબોર્ડ પર ચોકથી અને નોટમાં પેન કે પેન્સિલથી લખી શકાય છે.
  • ઘર્ષણને લીધે દીવાલમાં ખીલી ઠોકી શકાય છે. 

ઘર્ષણ શત્રુ છે. ઘર્ષણના ગેરફાયદા નીચે મુજબ છેઃ
  • ઘર્ષણના લીધે વસ્તુઓ ઘસાઈ જાય છે.
  • મશીનનો ઉપયોગ કરતી વખતે ઘર્ષણને લીધે ઉષ્મા ઉત્પન્ન થાય છે. તેથી થોડી ઊર્જા વેડફાઈ જાય છે. મશીનના કેટલાક ભાગોને નુકસાન પણ પહોંચે છે.
  • ઘર્ષણને લીધે ગતિશીલ વસ્તુઓની ગતિ અવરોધાય છે. તેથી તેમની ઝડપ ઘટે છે.

પ્રશ્ન 10. સમજાવોઃ તરલમાં ગતિ કરતી વસ્તુઓનો આકાર વિશિષ્ટ કેમ હોવો જોઈએ?
ઉત્તર: તરલ તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર ઘર્ષણબળ લગાડે છે જેને ઘસડાવું (drag) કહે છે. તેથી તરલમાં ગતિ કરતી વસ્તુઓને તેમનાં પર લાગતાં ઘર્ષણબળને સમતોલીને પાર કરવું પડે છે. આ પ્રક્રિયામાં વસ્તુઓ પોતાની ઊર્જા ગુમાવે છે.
આથી ઘર્ષણ ઘટાડવાના પ્રયત્નોમાં તેમને વિશિષ્ટ આકાર આપવામાં આવે છે, જેને ધારારેખી (સુવાહી) આકાર કહે છે.
drag = અનુતાણ અથવા ઘર્ષણ

Also Read Class 8 Science સમજૂતી

Also Read Class 8 Science Important Questions

Also Read Class 8 Science Swadhyay Solution

Conclusion: Class 8 Science Chapter 9 Swadhyay Solution Gujarati Medium

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ધોરણ 8 વિજ્ઞાન પાઠ 9 ઘર્ષણ સ્વાધ્યાય સોલ્યુશનClass 8 Science Chapter 9 Swadhyay Solutions in Gujarati Medium ) વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે. ધોરણ 8 વિજ્ઞાન પાઠ 9 ઘર્ષણ સ્વાધ્યાય સોલ્યુશન

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!