ધોરણ 8 વિજ્ઞાન પાઠ 8 બળ અને દબાણ સ્વાધ્યાય સોલ્યુશન : Class 8 Science Chapter 8 Swadhyay Solutions

ધોરણ 8 વિજ્ઞાન પાઠ 8 બળ અને દબાણ સ્વાધ્યાય સોલ્યુશન

Gujarat Board GSEB Solutions Class 8 Science Chapter 8 બળ અને દબાણ Textbook Questions and Answers. ધોરણ 8 વિજ્ઞાન પાઠ 8 બળ અને દબાણ સ્વાધ્યાય સોલ્યુશન


class-8-science-chapter-8-swadhyay-solution-Force-and-Pressure-Gujarati-medium



બળ અને દબાણ Class 8 GSEB Solutions Science Chapter 8

Dhoran 8 Science બળ અને દબાણ Textbook Questions and Answers


પાક્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રસ્નોત્તર

પ્રશ્ન 1. એવી પરિસ્થિતિઓનાં બે ઉદાહરણ આપો કે, જેમાં તમે ધક્કો મારીને કે ખેંચીને પદાર્થોની ગતિની અવસ્થા બદલો છો.

ઉત્તરઃ
  • ઉદાહરણ 1: બૅટ્સમૅન દ્વારા ફટકારાયેલ ક્રિકેટ બૉલ.
  • ઉદાહરણ 2: કૂવામાંથી પાણી ભરેલી ડોલ ખેંચવી.

પ્રશ્ન 2. એવી પરિસ્થિતિઓનાં બે ઉદાહરણ આપો કે, જેમાં લાગુ પાડેલાં બારના કારણે પદાર્થનો આકાર બદલાય છે.

ઉત્તરઃ  
  • ઉદાહરણ 1: પ્લેટમાં રાખેલ લોટના કણકને હાથ વડે નીચે તરફ દબાવવાથી માત્ર આકાર બદલાય છે.
  • ઉદાહરણ 2: જ્યારે ફૉમને હાથ વડે બાવવામાં આવે છે ત્યારે માત્ર આકાર બદલાય છે.


3. નીચેનાં વાક્યોમાં ખાલી જગ્યા પૂરોઃ


પ્રશ્ન 1. કૂવામાંથી પાણી ખેંચવા માટે આપણે દોરડાં પર ………………………….. લગાડવું પડે છે.

ઉત્તરઃ  બળ


પ્રશ્ન 2. એક વિદ્યુતભારિત પદાર્થ વિદ્યુતભાર રહિત પદાર્થને પોતાની તરફ ……………………. છે.

ઉત્તરઃ  આકર્ષે

પ્રશ્ન 3. સામાન ભરેલી ટ્રૉલીને ગતિ કરાવવા માટે આપણે તેને ………………………. પડે.

ઉત્તરઃ  ખેંચવી કે ધકેલવી

પ્રશ્ન 4. એક ચુંબકનો ઉત્તર ધ્રુવ બીજા ચુંબકના ઉત્તર ધ્રુવને …………………………. છે.

ઉત્તરઃ  અપાકર્ષે


4. એક તીરંદાજ લક્ષ્ય તરફ નિશાન તાકવા માટે પોતાના ધનુષ્યની પણછને ખેચે છે, પછી તે બાણ છોડે છે, જે લક્ષ્ય તરફ ગતિ શરૂ કરે છે. આ માહિતીને આધારે નીચેના શબ્દોનો ઉપયોગ કરીને નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરોઃ

(સ્નાયુ, સંપર્ક, બિનસંપર્ક, ગુરુત્વ, ઘર્ષણ, આકાર, આકર્ષણ)


પ્રશ્ન 1. ધનુષ્યને ખેંચવા માટે તીરંદાજ બળ લગાડે છે. જેના કારણે તેના …………………….. માં ફેરફાર થાય છે.
ઉત્તરઃ  
આકાર


પ્રશ્ન 2. ધનુષ્યને ખેંચવા માટે તીરંદાજ વડે લાગુ પાડેલ બળ એ …………………….. બળનું ઉદાહરણ છે.

ઉત્તરઃ  સ્નાયુ

પ્રશ્ન 3. બાણની ગતિની અવસ્થા બદલવા માટે જવાબદાર બળનો પ્રકાર, એ ……………………….. બળનું ઉદાહરણ છે.

ઉત્તરઃ  સંપર્ક

પ્રશ્ન 4.  જ્યારે, બાણ લક્ષ્ય તરફ ગતિ કરતું હોય ત્યારે તેના પર લાગતાં બળો ………………………… ને કારણે અને હવાના ……………………. ને કારણે હોય છે.

ઉત્તરઃ  ગુરુત્વ, ઘર્ષણ

પ્રશ્ન 5. નીચેની પરિસ્થિતિઓમાં બળ લગાડનાર તથા જે વસ્તુ પર બળ લાગી રહ્યું હોય, તેને ઓળખો. દરેક પરિસ્થિતિમાં જે પ્રકારે બળની અસર દેખાય છે તે પણ બતાવોઃ
  • (1) રસ કાઢવા માટે લીંબુના ટુકડાઓને આંગળીઓ વડે દબાવવા.
  • (2) ટૂથપેસ્ટની ટ્યૂબમાંથી પેસ્ટ કાઢવી.
  • (3) દિવાલમાં જડેલા એક હૂકથી લટકાવેલ સ્પ્રિંગના બીજા છેડે લટકાવેલું વજન.
  • (4) ઊંચો કૂદકો લગાવતી વખતે એક ખેલાડી દ્વારા એક નિશ્ચિત ઊંચાઈનો (બાર) અવરોધ પાર કરવો.

ઉત્તરઃ

વિવિધ પરિસ્થિતિઓ બળ લગાડનાર વસ્તુ જેના પર બળ લાગે છે તે બળની દેખાતી અસર
  • (1) આંગળીઓ - લીંબુનો ટુકડો - લીંબુના ટુકડાનો આકાર બદલાય છે અને તેમાંથી રસ બહાર નીકળે છે.
  • (2) આંગળીઓ - ટૂથપેસ્ટની ટ્યૂબ - ટૂથપેસ્ટ ટ્યૂબનો આકાર બદલાય છે અને પેસ્ટ બહાર આવે છે.
  • (3) લટકાવેલું વજન - સ્પ્રિંગ - સ્પ્રિંગની લંબાઈમાં વધારો થાય છે.
  • (4) ખેલાડીના સ્નાયુઓ - જમીન - ખેલાડીની ગતિની અવસ્થા બદલાય છે.


પ્રશ્ન 6. એક ઓજાર બનાવતી વખતે કોઈ લુહાર લોખંડના ગરમ ટુકડાને હથોડો મારે છે, હથોડો મારવાને કારણે લાગતું બળ લોખંડના ટુકડાને કઈ રીતે અસર કરે છે?

ઉત્તર: લુહાર દ્વારા હથોડો મારવાને કારણે લાગતા બળને (સ્નાયુબળને) લીધે ‘લોખંડના ટુકડાનો આકાર બદલાય છે.


પ્રશ્ન 7. એક ફુલાવેલા ફુગ્ગાને સિથેટિક કાપડના એક ટુકડા વડે ઘસીને એક દીવાલ પર દબાવવામાં આવ્યો. એવું જોવા મળ્યું કે ફુગ્ગો દીવાલ સાથે ચોંટી જાય છે. દીવાલ અને ફુગ્ગા વચ્ચે થતા આકર્ષણ માટે કયું બળ જવાબદાર હશે?

ઉત્તર: સ્થિત વિદ્યુતબળ.

પ્રશ્ન 8. તમે તમારા હાથમાં પાણીથી ભરેલી એક પ્લાસ્ટિકની ડોલ જમીનથી ઉપર પકડી રાખેલી છે. ડોલ પર લાગતાં બળોનાં નામ જણાવો. ડોલ પર લાગતાં બળોને કારણે તેની ગતિની અવસ્થામાં કેમ ફેરફાર થતો નથી તેની ચર્ચા કરો.

ઉત્તરઃ
ડોલ પર લાગતાં બળોસ્નાયુબળ
ગુરુત્વાકર્ષણ બળ

હવે, સ્નાયુબળ ડોલ પર ઊર્ધ્વદિશામાં લાગે છે અને ગુરુત્વાકર્ષણ બળ એધોદિશામાં લાગે છે. બંનેનાં મૂલ્યો સમાન છે.

આમ, ડોલ પર લાગતાં ઉપરોક્ત બે બળો સમાન મૂલ્યનાં અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તેથી તેમનું પરિણામી બળ શૂન્ય છે. તેથી ડોલની ગતિની અવસ્થામાં ફેરફાર થતો નથી.



પ્રશ્ન 9. કોઈ ઉપગ્રહને તેની કક્ષામાં તરતો મૂકવા માટે એક રૉકેટને ઉપર તરફ પ્રક્ષિપ્ત કરવામાં આવ્યું. પ્રક્ષેપણ સ્થાન (લોન્ચ પેડ) પરથી છોડવાના તરત જ બાદ રૉકેટ પર લાગતાં બે બળોનાં નામ જણાવો.

ઉત્તરઃ 
  • ગુરુત્વાકર્ષણ બળ – જે રૉકેટ પર અધોદિશામાં પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે છે.
  • હવાનું ઘર્ષણબળ – જે રૉકેટની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે.

પ્રશ્ન 10. જ્યારે પાણીમાં ડુબાડેલી નોઝલવાળા ડ્રૉપરના ફુલેલા ભાગને દબાવવામાં આવે છે ત્યારે ડ્રૉપરમાં રહેલી હવા પરપોટા રૂપે બહાર નીકળતી જોવા મળે છે. જ્યારે ફુલેલા ભાગ પરથી લગાડેલું દબાણ દૂર કરવામાં આવે છે ત્યારે ડ્રૉપરમાં પાણી ભરાય છે. ડ્રૉપરમાં પાણી ચઢવાનું કારણ ……………………… છે.
A. પાણીનું દબાણ
B. પૃથ્વીનું ગુરુત્વ
C. રબરના બલ્બનો આકાર
D. વાતાવરણનું દબાણ

ઉત્તર: D. વાતાવરણનું દબાણ

Also Read Class 8 Science સમજૂતી

Also Read Class 8 Science Important Questions

Also Read Class 8 Science Swadhyay Solution

Conclusion: Class 8 Science Chapter 8 Swadhyay Solution Gujarati Medium

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ધોરણ 8 વિજ્ઞાન પાઠ 8  બળ અને દબાણ સ્વાધ્યાય સોલ્યુશન ( Class 8 Science Chapter 8 Swadhyay Solutions Reaching Force and Pressure in Gujarati Medium ) વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહેધોરણ 8 વિજ્ઞાન પાઠ 8  બળ અને દબાણ સ્વાધ્યાય સોલ્યુશન

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!