અરવલ્લી જિલ્લા અંગેની કેટલીક માહિતી | Aravalli District Parichay

Aravalli District : ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો છે જેની રચના સાબરકાંઠા જિલ્લાનું વિભાજન કરી ને અરવલ્લી જિલ્લા ની રચના કરાઈ હતી. અરવલ્લી જિલ્લા નું વહીવટી મુખ્યમથક મોડાસા છે.

અરવલ્લી જિલ્લા અંગેની કેટલીક માહિતી | Aravalli District no parichay
અરવલ્લી જિલ્લા | Aravalli District


અરવલ્લી જિલ્લા અંગેની માહિતી | Aravalli District no parichay

આ જિલ્લાનું નામ ગુજરાત અને રાજસ્થાનમાં આવેલી અરવલ્લી પર્વતમાળા પરથી પડ્યું છે. અરવલ્લીની આરાસુર પર્વતમાળા શાખા બનાસકાંઠા જિલ્લાના દાંતા, મોડાસા અને શામળાજી પ્રદેશોમાંથી પસાર થાય છે.

અરવલ્લી જિલ્લા નો ઇતિહાસ | History of Aravalli District

૨૬ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ૭ જિલ્લાઓમાંનો આ એક જિલ્લો હતો.

અરવલ્લી જિલ્લો ૧૫ ઓગસ્ટ ૨૦૧૩ ના દિવસથી રાજ્યના ર૯મા જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો.

અરવલ્લી જિલ્લામાં ભિલોડા, મોડાસા, મેઘરજ, માલપુર, ધનસુરા અને બાયડ તાલુકાઓનો સમાવેશ થયો હતો.

જિલ્લાની રચનાની ઘોષણા ૨૦૧૨ની ગુજરાત ચૂંટણી પહેલા કરવામાં આવી હતી.

અરવલ્લી જિલ્લા ના તાલુકા

1. મોડાસા તાલુકો

2. માલપુર તાલુકો

3. ધનસુરા તાલુકો

4. ભિલોડા તાલુકો

5. બાયડ તાલુકો

6. મેઘરજ તાલુકો

About Aravalli District

ગુજરાતમાં જિલ્લાનું સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 24.0283°N 73.0414°E
મુખ્યમથકમોડાસા
સ્થાપના૧૫ ઓગસ્ટ ૨૦૧૩
નામકરણઅરવલ્લી
વિસ્તાર
 • કુલ૩,૩૦૮ km2 (૧૨૭૭ sq mi)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૯,૦૮,૭૯૭
વેબસાઇટarvalli.gujarat.gov.in

અરવલ્લી જિલ્લા ના જોવાલાયક સ્થળો

આ જિલ્લા માં ઘણા બધા જોવાલાયક સ્થળો આવેલ છે.

શામળાજી

અરવલ્લી જિલ્લાની ઇશાન દિશામાં અરવલ્લીની ગીરી માળામાં મેશ્વો નદીના કાંઠે ભરપુર વનરાજાથી સંતૃપ્ત એવું રમણીય તીર્થ શામળાજી આવેલું છે.

આ સ્થળ અતિ પ્રાચિન છે. મંદિરની સ્થાપત્ય કલા અનોખી છે. પ્રાચીન સમયમાં આ સ્થળે નગરી હોવાના અગણીત અવશેષો નજરે પડે છે. 

દેવની મોરી

દેવની મોરી શામળાજીથી બે કિલોમીટરના અંતરે અને અરવલ્લી જિલ્લાના ભીલોડાથી ૨૦ કિ.મી દુર અસ્તિત્વમાં છે.

મેશ્વો નદીના કિનારે એ જમાનામાં અનેક ટેકરીઓ અસ્તિત્વ ધરાવતી હતી. તેમાંની એક ટેકરીનું નામ ‘ભાજરાજાનો ટેકર’ નામે વિયાત હતો . ‘ભોજરાજાનોટેકરો’ અને તેની આસપાસની જમીન એ સમયના બૌદ્રિક સાધુઓ માટે વિહાર માટેનો વિસ્તાર હતો.

ઝાંઝરી ધોધ

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાભા ગામ નજીક વાત્રક નદીના કિનારે ઝાંઝરીએ મહત્વનું ધાર્મિક અને પ્રવાસન સ્થળે છે.

બાયડથી આશરે ૧૨ કિ.મી.દૂર બાયડ-દહેગામ રોડથી દક્ષિણ બાજુએ અંદાજે ૭ કિ.મી દૂર આ રમણીય સ્થળ આવેલ છે.

આ સ્થળે વાત્રક નદીમાં પડતો ધોધ એ પ્રવાસીઓને આકર્ષણનું કેન્દ્ર બનેલ છે.  વાત્રક નદી પર આવેલા આ ધોધને નિહારવા માટે અમદાવાદ-ગાંધીનગર-મહેસાણાથી પર્યટકો અહીં મોટી સંખ્યામાં આવે છે.

ખાસ કરીને શનિવાર-રવિવાર તથા જાહેર રજાના દિવસે આ સંખ્યા નોંધપાત્ર વધારો જોવા મળે છે.

અરવલ્લી જિલ્લાની વિશેષતાઓ

  1. જિલ્લાનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે.
  2. મહત્વની ખેતપેદાશોમાં મકાઈ, ઘઉં, ચણા, એરંડા, બાજરી, કપાસ વગેરે છે.
  3. જિલ્લામાં કુલ ૦૬ તાલુકાનો સમાવેશ થયેલ છે. (મોડાસા, બાયડ, ધનસુરા, ભિલોડા, માલપુર અને મેઘરજ)
  4. કુલ ગામો ૬૭૬ તથા કુલ વસતી ૯,૦૮,૭૯૭ છે.
  5. મહત્વનાં ખનીજોમાં ગ્રીટ, કપચી, મેટલ છે.
  6. જિલ્લામાંથી વાત્રક, મેશ્વો, માઝુમ, શેઢી, ઈન્દ્રાસી, સાકરી વગેરે નદીઓ પસાર થાય છે.
  7. મોડાસા અને બાયડ શહેરી વિસ્તાર છે તથા આ બન્ને શહેરોમાં નગરપાલિકા અસ્તિત્વમાં છે.
  8. જિલ્લાનાં ધનસુરા મુકામે જવાહર નવોદય વિદ્યાલય આવેલ છે.
  9. ધનસુરા તાલુકાનાં વડાગામ તેમજ જશવંતપુરા, સીમલી, રાજપુર, આકરૂન્દ વિસ્તાર ક્વોરી ઉદ્યોગ તરીકે વિકસેલ છે.
  10. બાયડ તાલુકાનો સાઠંબા, પગીયાના મુવાડા, બોરડી, વાત્રક વિસ્તાર ક્વોરી ઉદ્યોગ તરીકે વિકસેલ છે.
  11. જિલ્લો શૈક્ષણિક ક્ષેત્રે અગ્ર હરોળમાં છે.
આ પણ વાંચો ::
Aravalli District : અરવલ્લી જિલ્લા ની અહી આપવામાં આવેલ તમામ માહિતી ઉપયોગી બને તે હેતુથી તૈયાર કરેલ છે. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવેલ છે. જો કોઈ પણ ને કઈ પ્રશ્ન હોય છો contact me page દ્વારા contact કરવા વિનંતી.

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!