Anand Jilla ni mahiti - આણંદ જિલ્લા ની માહિતી ગુજરાતીમાં : આજે આપણે આણંદ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલો એક મહત્વનો જિલ્લો છે. આણંદ જિલ્લા નું મુખ્ય મથક આણંદ શહેરમાં આવેલું છે. ઇ. સ. ૧૯૯૭ માં ખેડા જિલ્લામાંથી આ જિલ્લાને છુટો પાડવામાં આવ્યો હતો.
આણંદ જિલ્લા ની માહિતી ગુજરાતીમાં | Anand Jilla ni mahiti |
આણંદ જિલ્લા ની માહિતી ગુજરાતીમાં
અહી આણંદ જિલ્લા અંગેની કેટલીક સામાન્ય માહિતી અહી આપેલ છે,
અન્ય નામ : ચરોતર
મખ્ય શહેર : આણંદ
તાલુકા : 8
વિસ્તાર : 1237 ચો.મી.
RTO નંબર : GJ-23
આણંદ જિલ્લા નો ઈતિહાસ
ઇતિહાસ ની વાત કરીએ તો આણંદ જિલ્લા નો ઈતિહાસ પૌરાણિક કાળ જેટલો જૂનો છે.
આણંદ જિલ્લો અણહિલવાડ પાટણ શાસન (ઈસ ૭૪૬ થી ઈસ ૧ર૯૦) અને મુઘલ સામ્રાજય (ઈસ ૧પ૭૩ થી ઈસ ૧૭પ૦) હેઠળ એમ વિવિધ શાસનોનું સાક્ષી રહેલો છે.
આજના સમયે ખંભાત (આણંદ જિલ્લા નો એક તાલુકો) તરીકે ઓળખાતુ શહેર એક સમયે કેમ્બે તરીકે દેશ-વિદેશ સાથે વ્યાપારનું મોટું અને સમૃદ્ઘ કેન્દ્ર હતું.
બોરસદ એ પૌરાણિક સ્થળ છે, જે વાલ્મિકી ઋષિના શિષ્ય "બદરમુની", ના નામ પરથી પડેલ છે. કાપડ ઉદ્યોગને કારણે ખંભાતને "દુનિયાનો પોષાક" કહેવાતુ.
ધ આયર્ન મેન, સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના ભાઇ વિઠ્ઠલભાઇ પટેલ આણંદ જિલ્લા ના કરમસદના હતા.
વહીવટી કારણોસર ગુજરાત સરકારે તા. 01/10/1997 થી 6 નવા જિલ્લાઓની રચના કરી અને તેમાં ખેડા જિલ્લામાંથી આણંદ જિલ્લો એક સ્વતંત્ર જિલ્લા તરીકે ઉપસી આવ્યો. અને આ રીતે નવા આણંદ જિલ્લા નો જન્મ થયો.
આણંદ જિલ્લા ના તાલુકા
આણંદ જિલ્લા માં કુલ 8 તાલુકા આવેલ છે.
- આંકલાવ
- ઉમરેઠ
- આણંદ
- ખંભાત
- તારાપુર
- પેટલાદ
- બોરસદ
- સોજિત્રા
આણંદ જિલ્લા ની સરહદો
ઉત્તર - ખેડા જિલ્લો
દક્ષિણ - ખંભાતનો અખાત અને ભરુચ જિલ્લો
પૂર્વ - વડોદરા જિલ્લો
પશ્ચિમ - અમદાવાદ જિલ્લો
આણંદ જિલ્લા વિશે | Anand Jilla vishe
1.) વસ્તી ગીચતા માં "ત્રીજું" સ્થાન છે.
2.) એશિયા ની સૌથી મોટી ડેરી "અમુલ ડેરી" આણંદ જીલ્લામાં આવેલી છે.
3.) કુલ 8 તાલુકા છે.
4.) પ્રથમ એંજિનયરિંગ કોલેજ ની સ્થાપના થઈ હતી.
આણંદ જિલ્લા ના જોવાલાયક સ્થળોની માહિતી
આ જીલ્લામાં આવેલા તમામ જોવાલાયક સ્થળોની માહિતી નીચે આપેલ છે.
- કરમસદ - સરદાર વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ પટેલનું સ્મારક
- સરદાર પટેલ યુનિવર્સિટી - 1947માં સ્થાપના કરવામાં આવી હતી.
- આણંદ કૃષિ યુનિવર્સિટી - ગુજરાતમાં આવેલ 4 કૃષિ યુનિવર્સિટી મણિ એક.
- રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ
- IRMA ( ઇન્સ્ટીટ્યુટ ઓફ રૂલર મેનેજમેંટ )
- અમુલ ડેરી - એશિયા ખાંડની સૌથી મોટી ડેરી.
- સંતરામ મંદિર - જૈન સંસ્કૃતિ નું પવિત્ર સ્થળ.
- વડતાલ - સ્વામિનારાયણ મંદિર,
- સોજીત્રા - જૈન મંદિરો, બુદ્ધ મૂર્તિઓ, ભવ્ય ભૂતકાળ
- હનુમાનજી મંદિર લાંભવેલ - હનુમાનજીનું વિશાળ મંદિર
- બોચાસણ - શ્રી રવિશંકર મહારાજ માટે “કર્મભૂમિ” છે.
- રાલેજ, ખંભાત - વહાણવટી સિકોતર માતાનું મંદિર રાલેજ ગામ.
આણંદ જિલ્લા ના શહેરો ની માહિતી
આણંદ શહેર
- એશિયાની સૌથી મોટી "અમુલ ડેરી" અહી આવેલ છે.
- AMUL :- આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ
- સ્થાપના - 14 ડિસેમ્બર, 1946
- સ્થાપક - ત્રિભુવનદાસ પટેલ
- જૂનું નામ - ખેડા જિલ્લા ખેડૂત દૂધ ઉત્પાદક સંઘ
- નવુ નામ - 1955 માં અમુલ ડેરી
- Institute of Ruler Management નું મુખ્ય મથક.
- સ્થાપના "ડૉ. વર્ગીસ કુરિયન" દ્વારા
- National Dairy Development Board નું મુખ્ય મથક.
- સ્થાપના "ડૉ. વર્ગીસ કુરિયન" દ્વારા
લૂણેજ
વડતાલ
- ભવ્ય સ્વામિનારાયણ મંદિર
- સ્થાપના 1824માં સહજાનંદ સ્વામી દ્વારા
વલ્લભવિદ્યાનગર
- વિદ્યાની નગરી તરીકે જાણીતું શહેર.
- પ્રથમ એંજિનયરિંગ કોલેજની સ્થાપના થઈ.
- કાચ ઉદ્યોગનો વિકાશ થયો છે.
ખંભાત
- પ્રાચીન નામ - સ્તંભતીર્થ, સ્તંભપુર
- અકીક ના કામ માટે જાણીતું છે.
- જુમ્મા મસ્જિદ આવેલી છે.
- કાકા ની કબર નામનું વ્હોરા કોમ નું પવિત્ર તીર્થધામ
બોરસદ
કરમસદ
ધુવારણ
આણંદમાં આવેલા સાંશોધન કેન્દ્રો
તમાકુ રિસર્ચ સેન્ટર - ધર્મજપોલ્ટ્રી કોમ્પ્લેક્ષ - આણંદ
લાઈવ સ્ટોક રિસર્ચ સેન્ટર - આણંદ
બીડી, તમાકુ સંશોધન કેન્દ્ર - આણંદ
આણંદ જીલ્લામાં આવેલ નદીઓ
- મહિ નદી
- સાબરમતી નદી
- શેઢી નદી
- ખંભાતનું બંદર
આ પણ વાંચો :
Anand Jilla ni mahiti : આણંદ જિલ્લા ની માહિતી ગુજરાતીમાં આપવામાં આવેલ છે.