Nutrition in Animals Solutions | પ્રાણીઓમાં પોષણ સ્વાધ્યાય ના પ્રશ્નો અને જવાબો. | પાચનતંત્ર

Nutrition in Animals Solutions : ધોરણ 7 ના પ્રકરણ 2  પ્રાણીઓમાં પોષણ ના પ્રશ્નો અને તેના જવાબો અંગે અહી આપેલ છે.
આપવામાં આવેલ Nutrition in Animals Solutions માં કેટલીક સામાન્ય સમજ તેમજ પ્રશ્નો અને જવાબો અહી સવિસ્તર સમજાવવામાં આવેલ છે.

Nutrition in Animals Question and Answer Solutions

 પ્રાણીઓમાં પોષણ : Nutrition in Animals Solutions પાઠ માં નીચે પ્રમાણેના શૈક્ષણિક મુદ્દા નો સમાવેશ કરવામાં આવેલ છે.
આ તમામ શૈક્ષણિક મુદ્દા પરિક્ષાની  દ્રષ્ટિએ ખુબજ ઉપયોગી બની રહેશે.
શૈક્ષણિક મુદ્દા:
  • ખોરાક મેળવવાની જુદી જુદી પધ્ધતિઓ
  • મનુષ્યમાં પાચન
  • ઘાસ ખાતાં પ્રાણીઓમાં પાચન
  • અમીબામાં ખોરાકગ્રહણ અને પાચન

Nutrition in Animals Solutions ના યાદ રાખવા જેવા મુદ્દા | પ્રાણીઓમાં પોષણ ના યાદ રાખવા જેવા મુદ્દા

પ્રાણી પોષણમાં પોષક તત્વો, ખોરાક ગ્રહણ કરવાની પધ્ધતિ અને શરીરમાં તેનો વપરાશ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે.
ખોરાક ના જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતરણ તાવની ક્રિયાને "પાચન" કહેવાય છે.
ખોરાકગ્રહણ કરવાની વિવિધ પધ્ધતિઓ :
  1. ચાવીને
  2. ગાળીને
  3. ચૂસીને
  4. નળી જેવા મુખઙ્ગો દ્વારા પકડીને
મનુષ્યમાં પાચનતંત્ર એ પાચનનળી અને સ્ત્રાવી ગ્રંથિઓ ધરાવે છે.
પાચન માર્ગ મુખગુહા થી શરૂ થાય છે અને મળદ્વારમાં અંત પામે છે.
પાચનમાર્ગને વિવિધ ભાગમાં વિભાજિત કરેલ છે.
  1. મુખગુહા
  2. અન્નનળી
  3. જઠર
  4. નાનું આંતરડું
  5. મોટું આંતરડું
  6. માળાશય
  7. મળદ્વાર
લાળગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ પાચન ગ્રંથિઓ છે.
  • લાળગ્રંથિ : લાળરસ
  • યકૃત : પિત્તરસ
  • સ્વાદુપિંડ : સ્વાદુરસ
  • જઠર : જઠરરસ
  • નાના આંતરડું : આંતરરસ

પ્રાણીઓમાં પોષણ સ્વાધ્યાય ના પ્રશ્નો અને જવાબો

ધોરણ 7 પાઠ 2 પ્રાણીઓમાં પોષણ સ્વાધ્યાય ના પ્રશ્નો અને જવાબો અહી નીચે આપવામાં આવેલ છે.

પ્રશ્ન 1 : ખાલી જગ્યા પૂરો.

  1.  ____, ____, ____, ____ અને ____ એ મનુષ્ય પોષણ માટેના મુખ્ય તબક્કા છે.
  2. _____ એ માનવ શરીર ની સૌથી મોટી ગ્રંથિ છે.
  3. જઠર હાઈડ્રોક્લોરિક એસિડ અને ______ સ્ત્રાવ ઉત્પન્ન કરે છે, જે ખોરાક પર કાર્ય કાર છે.
  4. નાના આંતરડાની અંદરની દીવાલમાં ઘણા આંગળી જેવા પ્રવર્ધો આવેલા છે, જેને ______ કહે છે.
  5. અમીબા ખોરાકનું પાચન ______ માં કરે છે.
જવાબો :
  1. અંત:ગ્રહણ, પાચન, શોષણ, સ્વાંગીકરણ, મળોત્સર્જન
  2. યકૃત
  3. પાચક
  4. રસાંકુરો
  5. અન્નધાની

પ્રશ્ન : 2 સાચા વિધાન સામે 'T' અને ખોટા વિધાન સામે 'F' કરો.

  1. સ્ટાર્ચ નું પાચન જઠરમાં થાય છે.
  2. જીભ લાળરસ ને ખોરાક માં ભેળવવામાં મદદ કરે છે.
  3. પિત્તાશય થોડા સમય માટે પિત્તરસનો સંગ્રહ કરે છે.
  4. વાગોળનાર પ્રાણી ગળી ગયેલું ઘાસ મોમાં પાછું લાવે છે અને થોડા સમય માટે ચવે છે.
જવાબો :
  •  F
  • T
  • T
  • T

પ્રશ્ન : 3 સાચો વિકલ્પ પસંદ કરો.

1. લિપિડનું સંપૂર્ણ પાચન _____ માં થાય છે.
  1. જઠર
  2. મોં
  3. નાના આંતરડામાં
  4. મોટા આંતરડામાં
2. અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણમુખ્યત્વે ______ માં થાય છે.
  1. જઠર
  2. અન્નનળી
  3. નાના આંતરડામાં
  4. મોટા આંતરડામાં
જવાબો : 
  • નાના આંતરડામાં
  • મોટા આંતરડામાં

પ્રશ્ન : 4 કૉલમ I માં આપેલ વિગતો કૉલમ II સાથે જોડો.

કૉલમ I કૉલમ II
કાર્બોદિત ફેટી એસિડ અને ગ્લિસરોલ
પ્રોટીન શર્કરા
ચરબી એમીનો એસિડ
જવાબો :
કૉલમ Iકૉલમ II
કાર્બોદિતશર્કરા 
પ્રોટીનએમીનો એસિડ
ચરબીફેટી એસિડ અને ગ્લિસરોલ

પ્રશ્ન 5 : રસાંકુરો ( villi ) એટલે શું ? તેનું સ્થાન અને કર્યો જણાવો.

જવાબો : નાના આંતરડાની અંદરની દીવાલમાં હજારો આંગળીઓ જેવા પ્રવર્ધો જોવા મળે છે તેને રસાંકુરો કહેવાય છે.
સ્થાન : રસાંકુરો નાના આંતરડાની અંદરની દીવાલ માં આવેલ હોય છે.
કાર્ય : રસાંકુરો પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરે છે. જેથી નાના આંતરડામાં ખોરાકનું શોષણ સરળતાથી થાય છે.

પ્રશ્ન 6 : પિત્ત ( bile ) ક્યાં ઉત્પન્ન થાય છે ? ખોરાકના ક્યાં ઘટકના પાચન માટે તે જવાબાર છે?

જવાબ : પિત્ત યકૃતમાં ઉત્તપન થાય છે. તે ચરબીના પાચનમાં મદદ કરે છે.

પ્રશ્ન 7 : ક્યાં કાર્બોદિત ઘટકો છે, જેનું વાગોળનાર પ્રાણીઓ પાચન કરી શકે છે પરંતુ મનુષ્યો કરી શકતા નથી ? શા માટે ?

જવાબ : સોલ્યુલોઝ નામનો કાર્બોદિત ઘટક વાગોળનાર પ્રાણીઓ પાચન કરી શકે છે. મનુષ્યો કરી શકતા નથી.
કારણકે વાગોળનાર પ્રાણીઓ ખોરાકને ઝડપથી ગળીજાય છે અને આમાશય ના જઠરમાં અમુક ભાગમાં સંગ્રહ થાય છે. જેમાં સેલ્યુલોઝ ના પાચન માટે બેક્ટેરિયા આવેલા હોય છે. જે મનુષ્યમાં હોતા નથી. તેથી મનુષ્ય સેલ્યુલોઝ નું પાચન કરી શકતા નથી.

પ્રશ્ન 8 : આપણને ગ્લુકોઝમાંથી શા માટે તાત્કાલિક ઊર્જા મળે છે ?

જવાબ : ગ્લુકોઝ કાર્બોદિતનું સરળ સ્વરૂપ છે. ગ્લુકોઝ ને ખોરાક તરીકે લેવાથી તે સીધો રુધિરમાં શોષય છે. તે કોષોમાં પહોચી ઑક્સીજન સાથે મંદ દહન પામી શક્તિ મુક્ત કરે છે. તેથી આપણને તાત્કાલિક ઊર્જા મળે છે.

પ્રશ્ન 9 : આ પ્રક્રિયામાં પાચનમાર્ગનો ક્યો ભાગ સમાયેલ છે ?

  1. ખોરાકનું શોષણ - ............
  2. ખોરાકને ચાવવાની ક્રિયા - .........
  3. બેક્ટેરિયાને મારવાની ક્રિયા - .........
  4. ખોરાકનું સંપૂર્ણ પાચન - ..........
  5. મળનિર્માણ - .........
જવાબો
  1. નાનું આંતરડું
  2. મુખગુહા
  3. જઠર
  4. નાનું આંતરડું
  5. મોટું આંતરડું

પ્રશ્ન 10 : અમીબા અને મનુષ્યના પોષણમાં એક એક સામ્યતા અને જુદાપણું સમજાવો.

જવાબ
સામ્યતા : બંને માં ખોરાકગ્રહણ , પાચન, શોષણ અને અપચિત ખોરાક નો નિકાલ  પોષણના તબક્કામાં જોવા મળે છે.
જુદાપણું : અમીબમાં ખોરાક ગ્રહણ માટે ખોટાપગ વડે થાય છે. મનુષ્યમાં ખોરાક ગ્રહણ મુખ વડે થાય છે.

પ્રશ્ન 11 : કૉલમ I ની વિગતો કૉલમ II સાથે જોડો.
કૉલમ I કૉલમ II
લાળગ્રંથિ પિત્તરસનો સ્ત્રાવ
જઠર અપચિત ખોરાકનો સંગ્રહ
યકૃત લાળરસનો સ્ત્રાવ
મળાશય એસિડનો સ્ત્રાવ
નાનું આંતરડું પાચન પૂર્ણ થાય છે.
મોટું આંતરડું પાણીનું શોષણ
જવાબ
કૉલમ Iકૉલમ II
લાળગ્રંથિલાળરસનો સ્ત્રાવ
જઠરએસિડનો સ્ત્રાવ
યકૃતપિત્તરસનો સ્ત્રાવ
મળાશયઅપચિત ખોરાકનો સંગ્રહ 
નાનું આંતરડુંપાચન પૂર્ણ થાય છે.
મોટું આંતરડુંપાણીનું શોષણ

પ્રશ્ન 12 : પાચનતંત્ર દર્શાવતી આકૃતિમાં નામનિર્દેશ કરો.

જવાબ
પાચનતંત્રની નામનિર્દેશ આકૃતિ / Nutrition in Animals Solutions | પ્રાણીઓમાં પોષણ સ્વાધ્યાય ના પ્રશ્નો અને જવાબો.
પાચનતંત્રની નામનિર્દેશ આકૃતિ

પ્રશ્ન 3 : શું આપણે માત્ર કાચા, પાંદડવાળા શાકભાજી અથવા ઘાસ પર અસ્તિત્વ ટકાવી રાખીએ છીએ ?

જવાબો : કાચા, પાંદડવાળા શાકભાજી અથવા ઘાસ સેલ્યુલોસ ધરાવતા પદાર્થો છે. આપનું શરીર સેલ્યુલોસ નું પાચન કરી શકતું નથી. અને ચરબી, પ્રોટીન અને કાર્બોદિત વગર આપનું જીવન શક્ય નથી.

પ્રાણીઓમાં પોષણના અન્ય પ્રશ્નો | Nutrition in Animals Solutions

Nutrition in Animals : પ્રાણીઓમાં પોષણના અન્ય પ્રશ્નો અહી આપવામાં આવેલ છે. આ પ્રશ્નોમાં ખાલીજગ્યા પૂરો, ખરા ખોટા, વિકલ્પો અને અન્ય પ્રશ્નો આપેલ છે.

પ્રશ્ન 1 ખાલીજગ્યા પૂરો. Nutrition in Animals

નીચે કેટલીક ખાલીજગ્યા આપેલ છે. આ સાચી બને તે રીતે ખાલીજગ્યા પૂરો.
  1. પુખ્તવયની વ્યક્તિમાં કુલ .............. દાંત હોય છે.
  2. લાળરસ સ્ટાર્ચનું ......... માં રૂપાંતર કરે છે.
  3. કડવો સ્વાદ જીભના ........... ભાગ પર પરખાય છે.
  4. પુખ્તવયની વ્યક્તિમાં મોટી દાઢની સંખ્યા ............ હોય છે.
  5. પિત્તરસનો સંગ્રહ ........... માં થાય છે.
  6. નાના આંતરડાની દીવાલો ......... નો સ્ત્રાવ કરે છે.
  7. કાર્બોદિતનું પાચન થઈ તેનું સરળ પદાર્થ ............. માં રૂપાંતર કરે છે.
  8. ........... નું પાચન થઈ તેનું એમિનો એસિડ માં રૂપાંતર થાય છે.
  9. પિત્તરસ .......... ના પાચન માં મદદ કરે છે.
જવાબો :
  • 32
  • શર્કરા
  • પાછળના
  • 12
  • પિત્તાશય
  • આંત્રરસ
  • ગ્લુકોઝ
  • પ્રોટીન
  • ચરબી

પ્રશ્ન 2 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો.

  1. શરીરમાં ખોરાક લેવાની ક્રિયાને પાચન કહે છે.
  2. જીભના પાછળના ભાગે ગાળ્યો સ્વાદ પરખાય છે.
  3. જઠરમાં પ્રોટીનનું અંતશ: પાચન થાય છે.
  4. નાના આંતરડાના શરૂઆતના ભાગને પક્વાશય કહે છે.
  5. પિત્તાશય પિત્તરસ ઉત્પન્ન કરવાનું કર્યા કરે છે.
  6. નાનું આંતરડું લંબાઈ માં મોટા આંતરડા કરતાં નાનું છે.
  7. મોટા આંતરડામાં ખોરાકનું પાચન થતું નથી.
  8. અમીબા એકકોષી સજીવ છે.
જવાબો : 
  1. ખોટું
  2. ખોટું
  3. ખરું
  4. ખરું
  5. ખોટું
  6. ખોટું
  7. ખરું
  8. ખરું

પ્રશ્ન 3 માત્ર એક શબ્દમાં જવાબ આપો : FAQs Nutrition in Animals Solutions

1. ખોરાકના પાચનની શરૂઆત ક્યાથી થાય છે ?

  • જવાબ : મુખગુહા

2. ખોરાકને વલોવવાનું કાર્ય ક્યાં અંગમાં થાય છે ?

  •  જવાબ : જઠર

3. અન્નામાર્ગનો સૌથી પહોળો ભાગ ક્યો છે ?

  • જવાબ : જઠર

4. યકૃતમાં ક્યો પાચકરસ ઉત્પન્ન થાય છે ?

  • જવાબ : પિત્તરસ

5. સ્વાદુપિંડ માં ક્યો પાચકરસ ઉત્પન્ન થાય છે ?

  • જવાબ : સ્વાદુરસ

6. નાના આંતરડાની દીવાલમાં ક્યો પાચકરસ ઉત્પન્ન થાય છે ?

  • આંત્રરસ

7. નાના આંતરડાની લંબાઈ આશરે કેટલા મીટર છે ?

  • જવાબ : 7.5 મીટર

8. ક્યાં અવયવમાં ખોરાકની પાચનક્રિયા પૂર્ણ થાય છે ?

  • જવાબ : નાના આંતરડામાં

9. મોટા આંતરડાની લંબાઈ આશરે કેટલા મીટર હોય છે ?

  • જવાબા : 1.5 મીટર

10. જડબાના આગળના દાંત ને શું કહેવાય છે ?

  • જવાબ : કાપવાના દાંત ( છેદક )

11. જઠરની નીચે આવેલી સ્ત્રાવગ્રંથિ કઈ છે ?

  • સ્વાદુપિંડ

12. અમીબા શેના વડે ખોરાક ગ્રહણ કરે છે ?

  • જવાબ : ખોટા પગ વડે

13. અમીબના ખોરાકનું પાચન અને શોષણ શેમાં થાય છે ?

  • જવાબ : અન્નધાની

14. વાગોળનાર બે પ્રાણીના નામ આપો.

  • ગાય
  • ભેંસ

પ્રાણીઓમાં પોષણ ટેસ્ટ

પ્રશ્ન 4 દાંતના કાર્ય પ્રમાણે પ્રકાર જણાવો.

જવાબ : દાંત ના કાર્ય પ્રમાણે પ્રકારો નીચે પ્રમાણે છે;
  • કાપવાના દાંત : છેદક દાંત
  • ચિરવાના દાંત : રાક્ષી દાંત
  • ચાવવાના કે દળવાનાં દાંત : અગ્ર દાઢ અને મોટી દાઢ
 આપણ વાંચો : વનસ્પતિમાં પોષણ
Nutrition in Animals Solutions : પ્રાણીઓમાં પોષણ સ્વાધ્યાય ના પ્રશ્નો અને જવાબો અહી આ આર્ટીકલ માં પવામાં આવેલ છે. ધોરણ 7 ના વિજ્ઞાન વિષય ના અન્ય પાઠ ના સ્વાધ્યાય ના પ્રશ્નો અને જવાબો માટે KISHAN BAVALIYA બ્લોગ ની અવશ્ય મુલાકાત લો.
Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!