ઉપમા અલંકાર અને તેના ઉદાહરણ | Upama Alankar - Gujarati Vyakaran
Upama Alankar - Gujarati Vyakaran : આ લેખ એ ગુજરાતી વ્યાકરણના મુદ્દા અલંકાર વિશે આપેલ છે. જેમાં ઉપમા અલંકાર અને તેના ઉદાહરણ અંગે લેખ આપવામાં આવેલ છે.
ઉપમા અલંકારની સમજૂતી | Upama Alankar Samajuti
જ્યારે કોઈ બે અલગ અલગ વસ્તુઓ વચ્ચે સમાન ગુણધર્મો રાખીને સરખામણી કરવામાં આવે ત્યારે ત્યારે ઉપમા અલંકાર બને છે.
અહી, ઉપમેય અને ઉપમાન વચ્ચે સમી, સમો, શું, શી, શો, પેઠે, સરખો, સરખી, સરખું જેવા શબ્દોનો ઉપયોગ થાય છે.
ઉ.દા. :
દમયંતીનું મુખ ચંદ્ર જેવુ છે.
અહી દમયંતીના મુખની ચંદ્ર સાથે સરખામણી કરવામાં આવેલ છે. તેથી આ ઉપમા અલંકાર બને છે.
ઉપમા અલંકારના ઉદાહરણો | Upama Alankar Udaharan
આ વૃક્ષો વિશાળ શતરંજ ફલક પર મૂકાયેલા પ્યાદાં જેવાં લાગે છે.= ઉપમા
આંખમાં સમણાં શું ઊઘડે રાતમાંથી પરોઢિયું. = ઉપમા
આંબો સોને મઢાઇ જાય છે. = ઉપમા
આપણા જેવા સામાન્ય માણસનું ગજુ નહી = ઉપમા
આપણે યંત્ર જેવા નથી કે આખો દિવા કામ કર્યાં કરીએ. = ઉપમા
આવી કંચન સરખી કાયા એક દિવસ તો કરમાઈ જ જશેને . = ઉપમા
ઊતર્યા રંક ઘરે,શો પુણ્ય પ્રભાવજો ! = ઉપમા
એ ફૂલોની શિતળતા મારી આંખોને જળ છાલકશી સ્પર્શે છે = ઉપમા
એક વખતનું સ્મશાન જેવું ઘર રાત’દિ ધમધમતું થઇ ગયું. = ઉપમા
એના પીળા પડી ગયેલા પાંદડા અદ્લ સોના જેવા લાગે છે. = ઉપમા
કટોરી જેવા રાતા ફૂલો આવનારા ઉનાળાની આગાહી કરે છે = ઉપમા
કમળ જેવો ખીલતો દિવસ,પોયણા જેવી રાત. = ઉપમા
કવિતા કવિઓને વરદાનની જેમ મળતી હોય છે = ઉપમા
કાચ,ઘડિયાળ અને સત્યની પેઠે ટાઇમ ટેબલ નાજુક છે = ઉપમા
કાષ્ઠની પૂતળી જેવી ઊભી સ્તબ્ધ બની રહી. = ઉપમા
કાળું લાંબું ગોળ મોઢાવાળું અજગર જેવું જાનવર ધુમાડો કાઢતું = ઉપમા
કૃતાપરાધ શો આવી ઊભી દીન મુખે પતિ. = ઉપમા
કોઇ મત્ત ગજેન્દ્ર માફક તે ડગલા ભરતો હતો = ઉપમા
ક્યારેક ચાંદનીથી ઝળાહળાં થતી નદીઓ જેવો = ઉપમા
ખરેખર આપણે સૂકા પાંદડાં જેવા ખખડયા કરીએ છીએ = ઉપમા
ગિલાનો હાથ હેન્ડલપર હોય કે નો હોય,છકડોતો રોકેટ જેમ ઊડતો જાય = ઉપમા
ગિલાનો હાથ હેન્ડલ પર હોય કે નો હોય, છકડોતો રોકેટ જેમ ઊડતો જાય = ઉપમા
ગુલછડી સમોવડી હતી એક બાલિકા નમણી. = ઉપમા
ઘઉંની ફલક સોના જેવી થઇ જાય છે.= ઉપમા
જિંદગીનો મારો અભિગમ શૂન્યવત્ જેવો થઇ ગયો. = ઉપમા
જેવો ખાખર ફૂલ્યો ફાગણનો તેવી દીસે દેહ. = ઉપમા
જ્યાં દેવોના વર શો પુત્ર પામ્યાં પનોતો. = ઉપમા
ડોહાએ અપ્સરાના જેવી કન્યાના બાપના હથમાં બે રૂપિયા મૂક્યા.= ઉપમા
ડોહાના ગોઠણ છૂટા થઇ ગયા, કેડ સીધી થઇ ગઇ, સોટા જેમ ચાલવા લાગ્યો= ઉપમા
ઉપમા અલંકારના ઉદાહરણો | Upama Alankar Udaharan
ડોહો સોટા જેમ હાલવાચાલવા લાગ્યો. = ઉપમા
તમે મને નોંધારી છોડીને સાવ સૂનમૂન સાધૂ જેવા થઇ ગયા = ઉપમા
તેનાં લાંબા કાળા વાળ સુર સરિતાના જલ સમા. = ઉપમા
તેની ઘનુષ્ય જેવી આંખો સ્થિર અને સખત હતી.= ઉપમા
તેનું પાતળું છટાદાર શરીર આ વસ્ત્રમાં ચંદ્રની ઉગતી કળા જેવું મોહક હતું. = ઉપમા
તેનું હૃદય ફૂલ સમું સુકોમળ છે. = ઉપમા
તેનો હાથ કઠણ લાકડા જેવો લાગે છે. = ઉપમા
દેવ નદી ઘાયલ વાઘણ જેવીએ લાગે છે. = ઉપમા
ધીમે ધીમે તે ડગ ધરતો,કોઈ મત્ત ગજેન્દ્રની માફક. = ઉપમા
પગલું લાંક વિનાના ઊંટના જેવું પડતું.= ઉપમા
પુરુષની માફક સ્ત્રી પણ કેળવણી લઇ શકે છે. = ઉપમા
પોતે રચેલી માયામાં આત્મતત્વ પેઠે ટાઇમ ટેબલમાં બંધાઉ છું. = ઉપમા
ફૂલ સમા અમ હૈડાં તમે લોઢે ઘડ્યાં બાપુ ! = ઉપમા
બળતા અંગારા જેવી આંખો સ્થિર કરી = ઉપમા
બીજા બાપડા, પહાણ સરીખા પારખ્યા. = ઉપમા
ભગિની પ્રેમની ભૂખ રહી ગઇ = ઉપમા
મંદિરમાં થતી પ્રાર્થના અમારી મસ્જિદમાં થતી નામજની જેમ એક જ સ્થાને પહોંચે છે. = ઉપમા
મને એનું વચન અપનામ જેવું લાગ્યું = ઉપમા
મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે છે. = ઉપમા
મહુડાના કેટલાક વૃક્ષો ઘમ્મરઘટ વડલા જેવા. = ઉપમા
માણસો માખીઓની જેમ મરતા હતા.= ઉપમા
મુંજ જેવો કલંકી પુરુષ બીજો પૃથ્વી ઉપર કોઇ નથી = ઉપમા
મુગ્ધ કન્યા જેવી નદી આનંદથી સૂર્યના પ્રકાશમાં સ્નાન કરતી હતી.= ઉપમા
મોતી જેવી સફેદ, તેવી સુંદર સુવાળી. = ઉપમા
રૂપે અરુણ ઉદય સરખો. = ઉપમા
વજ્જર સમા કોટના ગઢને તપાસીએ. = ઉપમા
શરૂઆતમાં એ લોકો પીળા વાઘ જેવા લાગતા. = ઉપમા
શશીમુખ સરખું સુખ પાસે. = ઉપમા
શામળ કહે બીજા બાપડા,પ્હાણ સરીખા પારખ્યા. = ઉપમા
શિશુ સમાનગણી સહદેવને.= ઉપમા
સત્તા સુકા ઘાસ બરાબર,બળી આસપાસ બાળે. = ઉપમા
સત્યનો માર્ગ ખાંડાની ધારે ચાલવા જેવો છે. = ઉપમા
સર્પણી સરખી આવી પેઠી અભિમન્યુને અંગ. = ઉપમા
ગુજરાતી વ્યાકરણ | Gujarati Vyakaran
Gujarati Vyakaran : ગુજરાતી વ્યાકરણ ની સંપૂર્ણ સમજૂતી માટે તેમજ ગુજરાતી વ્યાકરણના અન્ય મુદ્દા કે લેખો વચવા નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.
સંજ્ઞા - ગુજરાતી વ્યાકરણ [ વધુ વાંચો..... ]
અલંકાર - ગુજરાતી વ્યાકરણ [ વધુ વાંચો..... ]
વાકયના પ્રકારો [ વધુ વાંચો..... ]
રૂઢિપ્રયોગ - ગુજરાતી વ્યાકરણ [ વધુ વાંચો..... ]
વિરામચિહ્નો [ વધુ વાંચો..... ]
શબ્દસમુહ માટે એક શબ્દ [ વધુ વાંચો..... ]
શબ્દાનુપ્રાસ અલંકાર [ વધુ વાંચો..... ]
વર્ણાનુપ્રાસ અલંકાર [ વધુ વાંચો..... ]
ઉપમા અલંકાર અને તેના ઉદાહરણ | Upama Alankar - Gujarati Vyakaran
Upama Alankar - Gujarati Vyakaran : ગુજરાતી વ્યાકરણ અલંકાર ના એક પ્રકાર ઉપમા અલંકાર અને તેના ઉદાહરણ અંગે આપવામાં આવેલ લેખ અંગે કઈ પ્રશ્ન હોય તો કમેંટ બોક્સ માં કમેંટ કરવી. આવી અન્ય માહિતી મેળવવા KISHAN BAVALIYA Blog ની આવશ્ય મુલાકાત લેવી.