ધોરણ 8 વિજ્ઞાન પાઠ 6 પ્રાણીઓમાં પ્રજનન સ્વાધ્યાય સોલ્યુશન: Class 8 Science Chapter 6 Swadhyay Solution.
ધોરણ 8 વિજ્ઞાન પાઠ 6 પ્રાણીઓમાં પ્રજનન સ્વાધ્યાય સોલ્યુશન | Class 8 Science Chapter 6 Swadhyay Solution
Class 8 Science Chapter 6 Swadhyay Solution : Class 8 Science પ્રાણીઓમાં પ્રજનન Textbook Questions and Answers. ધોરણ 8 વિજ્ઞાન પાઠ 6 પ્રાણીઓમાં પ્રજનન સ્વાધ્યાય સોલ્યુશન
ધોરણ 8 વિજ્ઞાન પાઠ 6 પ્રાણીઓમાં પ્રજનન સ્વાધ્યાય સોલ્યુશન
પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રસ્નોત્તર
પ્રશ્ન 1. સજીવોમાં પ્રજનનનું મહત્ત્વ સમજાવો.
ઉત્તરઃ સજીવોમાં પ્રજનનનું મહત્ત્વ:
- પોતાના જેવા જ બાળ સજીવોનું નિર્માણ થાય છે.
- જે-તે જાતિના સભ્યોની સંખ્યામાં વધારો થાય છે.
- સજીવોમાં પેઢી દર પેઢી નિરંતરતા બનાવી રાખવાનું સુનિશ્ચિત કરે છે.
- જાતિઓનું સાતત્ય જાળવી રાખે છે.
પ્રશ્ન 2. મનુષ્યમાં ફલનની પ્રક્રિયા સમજાવો.
ઉત્તરઃ મનુષ્યમાં લિંગી પ્રજનન થાય છે. ફલનની ક્રિયા સ્ત્રી શરીરની અંદર થાય છે. તેને અંતઃફલન કહે છે.મૈથુનક્રિયા દરમિયાન પુરુષના શુક્રકોષો સ્ત્રીના પ્રજનન માર્ગમાં મુક્ત થાય છે. આ શુક્રકોષો સ્ત્રી શરીરની અંડવાહિનીમાં અંડકોષના સંપર્કમાં આવે છે. ફક્ત એક શુક્રકોષ અંડકોષ સાથે જોડાઈને એક થઈ જાય છે. શુક્રકોષ અને અંડકોષના આ જોડાણને ફલન કહે છે.
ફલનની ક્રિયાના પરિણામે યુગ્મનજનું નિર્માણ થાય છે.
પ્રશ્ન 3. યોગ્ય ઉત્તરની પસંદગી કરોઃ Class 8 Science Chapter 6 Swadhyay Solution
પ્રશ્ન 1. અંતઃલન ——- થાય છે.
A. માદાના શરીરમાં
B. માદાના શરીરની બહાર
C. નરના શરીરમાં
D. નરના શરીરની બહાર
ઉત્તરઃ માદાના શરીરમાં
પ્રશ્ન 2. જે પ્રક્રિયા દ્વારા ટેકપોલ પુખ્ત દેડકામાં વિકસિત થાય છે તે પ્રક્રિયા ………….. છે.
A. ફલન
B. કાયાંતરણ
C. સ્થાપન
D. કલિકાસર્જન
ઉત્તરઃ કાયાંતરણ
પ્રશ્ન 3. એક યુગ્મનજમાં જોવા મળતા કોષકેન્દ્રની સંખ્યા ………… હોય છે.
A. શૂન્ય
B. એક
C. બે
D. ચાર
ઉત્તરઃ એક
પ્રશ્ન 4. નીચેનાં સાચાં વાક્યો માટે (T) અને ખોટાં વાક્યો માટે (F) દર્શાવોઃ પ્રાણીઓમાં પ્રજનન સ્વાધ્યાય સોલ્યુશન
પ્રશ્ન 1. અંડપ્રસવી પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે.
ઉત્તરઃ F
પ્રશ્ન 2. પ્રત્યેક શુક્રકોષ એકકોષીય રચના છે.
ઉત્તરઃ T
* સુધારો કરેલ છે.
પ્રશ્ન 3. દેડકામાં બાહ્ય ફલન થાય છે.
ઉત્તરઃ T
પ્રશ્ન 4. જે કોષમાંથી નવા મનુષ્યનો વિકાસ થાય છે, તેને જન્યુ કહેવાય છે.
ઉત્તરઃ F
પ્રશ્ન 5. ફલન બાદ મૂકવામાં આવતું ઈંડું એકકોષીય રચના છે.
ઉત્તરઃ T
પ્રશ્ન 6. અમીબા કલિકાસર્જન દ્વારા પ્રજનન કરે છે.
ઉત્તરઃ F
પ્રશ્ન 7. અલિંગી પ્રજનનમાં પણ ફલન આવશ્યક હોય છે.
ઉત્તરઃ F
પ્રશ્ન 8. દ્વિભાજન અલિંગી પ્રજનનની પદ્ધતિ છે.
ઉત્તરઃ T
પ્રશ્ન 9. ફલનના પરિણામસ્વરૂપે યુગ્મનજ બને છે.
ઉત્તરઃ T
પ્રશ્ન 10. ભૂણ એક જ કોષનો બનેલ હોય છે.
ઉત્તરઃ F
પ્રશ્ન 5. ફલિતાંડ અને ગર્ભ વચ્ચે બે તફાવત જણાવો.
ઉત્તરઃપ્રશ્ન 6. અલિંગી પ્રજનનની વ્યાખ્યા આપો. પ્રાણીઓમાં અલિંગી પ્રજનનની બે પદ્ધતિઓ વર્ણવો.
ઉત્તરઃઅલિંગી પ્રજનનઃ એક જ પિતૃ ભાગ લેતો હોય અને જન્યુઓના નિર્માણ વગર નવા બાળ સજીવનું નિર્માણ કરવાની પ્રજનન પદ્ધતિને અલિંગી પ્રજનન કહે છે.
પ્રાણીઓમાં અલિંગી પ્રજનનની પદ્ધતિઓઃ
(1) કલિકાસર્જનઃ હાઈડ્રામાં શરીરની સપાટી પર એક કે વધુ ઊપસેલા ભાગ ઉત્પન્ન થાય છે. આ ઊપસેલી રચના વિકાસ પામતો નવો સજીવ છે. તેને કલિકા કહે છે. આ કલિકા બાળ હાઈડ્રા સ્વરૂપમાં વિકાસ પામે છે. પિતૃ હાઈડ્રાથી અલગ પડી સ્વતંત્ર સજીવ તરીકે અસ્તિત્વ ધરાવે છે.આવા અલિંગી પ્રજનનને કલિકાસર્જન કહે છે.
(2) દ્વિભાજન: અમીબા એકકોષી પ્રાણી છે. દ્વિભાજનની શરૂઆત કોષકેન્દ્રના બે ભાગમાં વિભાજનથી થાય છે. ત્યારબાદ કોષરસનું પણ વિભાજન થાય છે. કોષના વિભાજનથી ઉત્પન્ન થતા બંને ભાગમાં કોષકેન્દ્ર અને કોષરસ હોય છે. આમ એક પિતૃ અમીબામાંથી બે સંતતિ ઉત્પન્ન થાય છે.
આ અલિંગી પ્રજનન પદ્ધતિને દ્વિભાજન કહે છે.
પ્રશ્ન 7. માદાના કયા પ્રજનન અંગમાં ગર્ભનું સ્થાપન થાય છે?
ઉત્તરઃ માદાના ગર્ભાશયમાં ગર્ભનું સ્થાપન થાય છે.પ્રશ્ન 8. કાયાંતરણ એટલે શું? ઉદાહરણ આપો.
ઉત્તર: કેટલાંક પ્રાણીઓમાં નવજાત બાળપ્રાણી પુખ્ત પ્રાણીથી અલગ હોય છે. નવજાત બાળપ્રાણીમાં વૃદ્ધિ અને વિકાસની સાથે વિશેષ પરિવર્તનો થાય છે. આ પરિવર્તનો વડે પુખ પ્રાણી જેવા સ્વરૂપમાં રૂપાંતર પામે છે. આ ક્રિયાને કાયાંતરણ કહે છે.ઉદાહરણઃ
- રેશમના કીડાની ઇયળ(યુપા)નું રેશમના કીડામાં કાયાંતરણ
- નવજાત ટડપોલનું પુખ્ત દેડકામાં કાયાંતરણ
પ્રશ્ન 9. અંતઃફલન અને બાહ્ય ફલનનો તફાવત જણાવો.
ઉત્તરઃપ્રશ્ન 10. નીચે આપેલ ચાવીઓની મદદથી આપેલ શબ્દના અંગ્રેજી શબ્દ વડે કોયડાને પૂર્ણ કરો:
(OVARY, FERTILIZATION, ZYGOTE, INTERNAL, TESTIS, BUDS, OVIPAROUS, BINARY)
આડી ચાવી :
- 1. એ પદ્ધતિ કે જેમાં જન્યુઓનું જોડાણ થાય છે.
- 6. મરઘીમાં ફલનનો પ્રકાર
- 7. હાઇડ્રાના શરીર પર ઊપસેલી રચનાઓ માટે કયો શબ્દ વપરાય છે.
- 8. અંડકોષો અહીં ઉત્પન્ન થાય છે.
ઊભી ચાવીઃ
- 2. નરના આ પ્રજનન અંગમાં શુક્રકોષો ઉત્પન્ન થાય છે.
- 3. ફલિત અંડકોષનો અન્ય શબ્દ
- 4. આ પ્રાણી ઈંડાં મૂકે છે.
- 5. અમીબામાં જોવા મળતા વિભાજનનો પ્રકાર
Also Read Class 8 Science સમજૂતી
- Chapter 1: પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન
- Chapter 2: સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ
- Chapter 3: કોલસો અને પેટ્રોલિયમ
- Chapter 4: દહન અને જ્યોત સમજૂતી
- Chapter 5: વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ
- Chapter 6: પ્રાણીઓમાં પ્રજનન Notes
Also Read Class 8 Science Important Questions
- Chapter 1: પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન
- Chapter 2: સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ
- Chapter 3: કોલસો અને પેટ્રોલિયમ
- Chapter 4: દહન અને જ્યોત
Also Read Class 8 Science Swadhyay Solution
- Chapter 1: પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન
- Chapter 2: સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ
- Chapter 3: કોલસો અને પેટ્રોલિયમ
- Chapter 4: દહન અને જ્યોત
- Chapter 5: વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ
Conclusion: Class 8 Science Chapter 6 Swadhyay Solution Gujarati Medium
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ધોરણ 8 વિજ્ઞાન પાઠ 6 પ્રાણીઓમાં પ્રજનન સ્વાધ્યાય સોલ્યુશન ( Class 8 Science Chapter 6 Swadhyay Solutions Reproduction in Animals in Gujarati Medium ) વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.ધોરણ 8 વિજ્ઞાન પાઠ 6 પ્રાણીઓમાં પ્રજનન સ્વાધ્યાય સોલ્યુશન